અમદાવાદ: જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ પોતાના ફોટોગ્રાફ મોર્ફ કરી તેને ફેસબુક પર મૂકી દેનારા યુવક સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. નિરજ મકવાણા નામના આ યુવકે ફેસબુક પર તેના અને કિંજલના ફોટોગ્રાફ્સ મૂકીને પોતાના કિંજલ સાથે લગ્ન થયા હોવાનો દાવો કર્યો હતો. જેની સામે કિંજલે માનહાનિનો કેસ કર્યો હતો.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
કિંજલના વકીલે કોર્ટને જણાવ્યું હુતં કે, તેમણે આરોપી સાથે આ મામલે કોર્ટની બહાર સમાધાન કરી લીધું હોવાથી હવે તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહી નથી ઈચ્છતા. બીજી તરફ, આરોપીએ પણ કોર્ટ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારતા ખાતરી આપી હતી કે તે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે. આ મામલે કોર્ટ હવે 3 જુને વધુ સુનાવણી થશે.
આ કેસમાં કિંજલના પિતાએ નિરજ મકવાણા સામે ઓગસ્ટ 2017માં ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપીએ કિંજલ સાથેના ફોટો મોર્ફ કરી તેને ફેસબુક પર મૂકી એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે તે બંનેના લગ્ન થઈ ગયા છે. પોલીસે આ મામલે નિરજ મકવાણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2W1eBML
No comments:
Post a Comment