2015માં ફાયર સ્ટેશનોમાં કરાઈ હતી તોડફોડ
મેલ્વિન રેજી થોમસ/હિમાંશુ ભટ્ટ, સુરત: આગ લાગવાની ઘટનામાં 22 લોકોનાં મોત બાદ ન્યાયની માગણી કરી રહેલા હાર્દિક પટેલને કદાચ એ યાદ નહીં હોય કે 2015માં તેના દ્વારા પ્રેરિત પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ દ્વારા જ સુરતમાં ફાયર બ્રિગેડને ભારે નુક્સાન કરવામાં આવ્યું હતું. જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા વરાછા અને વરાછામાં આવેલા ફાયર સ્ટેશનોને બીજે ખસેડ્યા હતા.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
તક્ષશિલા આર્કેડથી 3 કિમી દૂર હતા જુના ફાયર સ્ટેશન
શુક્રવારે જ્યાં આગ લાગી હતી તેવા તક્ષશિલા આર્કેડની સૌથી નજીકમાં મોટા વરાછા અને વરાછાના ફાયર સ્ટેશનો જ હતા. ઘટનાસ્થળથી જૂના ફાયર સ્ટેશનોનું અંતર માત્ર ત્રણેક કિલોમીટર જેટલું હતું. જો પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડને કારણે આ ફાયર સ્ટેશનો ન ખસેડવામાં આવ્યા હોત તો કદાચ શુક્રવારની ઘટનામાં 22 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યો પડ્યો હોત.
2015 પહેલા બચાવના તમામ સાધન મોજૂદ હતા
2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા GMDCની ઘટના બાદ સુરતમાં મોટાપાયે તોડફોડ મચાવાઈ હતી, અને જાહેર મિલકતોને વ્યાપક નુક્સાન પહોંચાડાયું હતું. મોટા વરાછા અને વરાછા ફાયર સ્ટેશનોમાં પણ તોફાનીઓએ તોડફોડ કરી હતી, અને ત્રણ ફાયર ટેન્કર તેમજ બે એમ્બ્યુલન્સને સળગાવી માર્યા હતા. આ તોડફોડને કારણે 55 ફુટની હાઈડ્રોલિક સીડી, બચાવ કાર્ય માટેની જાળી સહિતના આધુનિક સાધનો ધરાવતા ફાયર ફાઈટરને ત્યાંથી હટાવાયું હતું. 2015માં ફાયર સ્ટેશન પર રહેલા અને ઈમરજન્સીમાં ખાસ કામ આવતા હાઈડ્રોલિક પ્લેટફોર્મને પણ નુકસાન પહોંચાડાયું હતું.
16 કરોડનું થયું હતું નુક્સાન
આંદોલન દરમિયાન થયેલી હિંસામાં કરાયેલી તોડફોડમાં માત્ર બે દિવસમાં 16 કરોડ રુપિયાની જાહેર મિલ્કતોને નુક્સાન પહોંચાડાયું હતું. ટોળાંએ 12 બીઆરટીએસ સ્ટોપ, ત્રણ બસો, ફાયર ફાઈટર, મિની ફાયર ફાઈટર, ત્રણ વોટર ટેન્ડર્સ, રેસ્ક્યુ બોટ અને બે એમ્બ્યુલન્સને સળગાવી માર્યા હતા. જેના પછી ફાયર બ્રિગેડના મહત્વના સાધનોને વરાછા તેમજ મોટા વરાછા સ્ટેશનો પરથી હટાવી આઠ કિમી દૂર આવેલા કતારગામ ફાયર સ્ટેશનમાં લઈ જવાયા હતા.
2015 પછી મહત્વના સાધન બીજે શિફ્ટ કરાયા
સુરત ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા અનુસાર, તોડફોડની આ ઘટનાઓને ધ્યાનમાં રાખી ફાયર ફાઈટિંગના કિમતી સાધનો અને મશીનરીને કતારગામ ખસેડી લેવાયા હતા. 2015ના અનામત આંદોલન પહેલા મોટા વરાછા ફાયર સ્ટેશનમાં આગ લાગવાની ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના લેટેસ્ટ સાધનો ઉપલબ્ધ હતા.
હાર્દિકનો થયો હતો વિરોધ
આગ લાગવાની ઘટનાના બે દિવસ બાદ સુરત આવેલો હાર્દિક તક્ષશિલા આર્કેડ પણ પહોંચ્યો હતો. પરંતુ તે વખતે તેના પર ટપલીદાવ થતાં તેને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જવાની ફરજ પડી હતી. સોમવારે પણ હાર્દિક અનશન શરુ કરે તે પહેલા જ પોલીસે તેને ડિટેઈન કરી લીધો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2QqUqqg
No comments:
Post a Comment