Latest

Thursday, May 30, 2019

કપડા ધોતી વખતે આટલું કરો, ડાર્ક કપડા પહેલી વાર ધોતા હશો તો પણ જરાય રંગ નહિ જાય

ડાર્ક કપડા ધોતી વખતે મૂંઝાવ છો?

મોટા ભાગની સ્ત્રીઓને ડાર્ક કપડા પહેરવા પસંદ હોય છે. લાલ, લીલો, પીળો, ઓરેન્જ, ડાર્ક કલર્સ હંમેશા સ્ત્રીઓને આકર્ષે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા આ ડાર્ક કલરના કપડાને ધોવાની હોય છે. ધોતી વખતે આ કપડાનો કલર જાય છે. એટલે એક તો આ કપડા ઝાંખા પણ જલ્દી પડી જાય છે અને વળી તેનો કલર બીજા કપડા પર લાગતા લાઈટ રંગના કપડા પણ બગડે છે. આજે અમે તમારી સાથે એવી ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ જેને કારણે તમને ડાર્ક કલરના કપડા ધોવાની માથાકૂટમાંથી હંમેશા માટે છૂટકારો મળી જશે. આટલું કર્યા પછી તમે મશીનમાં કપડા ધોશો તો પણ રંગ નહિ જાય.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

સ્ટેપ 1

એક ટબમાં પાણી ભરો. હવે આ પાણીમાં એક મોટો ફટકડીનો ટુકડો આખો નાંખો અથવા તો દસ્તાથી તેનો પાવડર કરીને નાંખો. ટુકડો આખો નાંખો તો તે ઓગળી જાય એટલી રાહ જુઓ.

સ્ટેપ 2

હવે આ પાણીમાં બે મોટા ચમચા નમક ઉમેરો. થોડી વાર પાણી હલાવો જેથી તે પાણીમાં બરાબર મિક્સ થઈ જાય.

સ્ટેપ 3

તમારા ડાર્ક રંગના કપડા આ પાણીમાં બોળી દો. 1 કલાક સુધી કપડા પલળેલા રહેવા દો. તમે જોશો કે કલાક સુધી કપડા પલાળ્યા પછી પણ તેનો જરાય કલર પાણીમાં નહિ ઉતર્યો હોય. પાણી એકદમ સ્વચ્છ જ દેખાશે. ત્યાર પછી કપડાને સાદા પાણીમાં ધોઈને સૂકવી દો.

નેચરલ કલર ફિક્સરઃ

માર્કેટમાં કલર ફિક્સર મળે છે જેમાં કપડા બોળવાથી રંગ નથી જતો. ફટકડી મીઠાનો આ પ્રયોગ નેચરલ કલર ફિક્સર છે. આમ કરવાથી ડાર્ક કપડાનો રંગ ફિક્સ થઈ જશે અને પછી તમે મશીનમાં ધોશો તો પણ કલર નહિ જાય. ટ્રાય કરી જુઓ.

(સૌજન્યઃ ટિપ્સ થિયેટર, યુટ્યુબ)



from Fashion News in Gujarati: Latest Fashion News, Read Breaking Fashion News – Page Array – I Am Gujarat http://bit.ly/2XfNpeG

No comments:

Post a Comment

Pages