Latest

Wednesday, May 22, 2019

દર વખતે ભારત પર ભારે પડનારા આ બોલરની પાકની વર્લ્ડકપ ટીમમાં એન્ટ્રી

આખરે પાકની WC ટીમમાં શામેલ થયો આમિર

30મેથી શરૂ થઈ જવા રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે બધા દેશો પોતપોતાની ટીમોની ઘોષણા કરી ચૂકી છે. પાકિસ્તાને પણ પહેલા 15 સભ્યોની ટીમની ઘોષણા કરી હતી પણ હવે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. સોમવારે પાકિસ્તાન કેટલાક ખેલાડીઓને અંદર કર્યા તો કેટલાકને બહારનો રસ્તો દેખાડ્યો. સ્ક્વોડમાં શામેલ થનારા નવા ખેલાડીઓમાં એક નામ મોહમ્મદ આમિરનું છે. આ તે જ આમિર છે જેણે ચેમ્પિયન્સ ટ્રૉફી ભારતીય ત્રિપુટી (રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી)ને સસ્તામાં આઉટ કરી દીધા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ચેમ્પિયન્સ ટ્રૉફી ફાઈનલમાં તોડી ભારતની કમર

અગાઉ પાકિસ્તાનની વર્લ્ડકપ ટીમ સિલેક્ટ કરતી વખતે ફાસ્ટ બોલર આમિરને ટીમનો હિસ્સો બનાવ્યો નહોતો. આમિર ટીમનો સૌથી ઝંઝાવાતી બોલર છે. એટલું જ નહીં, આમિરની સામે ભારતીય બેટ્સમેનોનું બેટ મોટાભાગે બંધ જ રહે છે. 2017માં લંડનમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચ કોણ ભૂલી શકે જેમાં આમિરે ભારતીય ટૉપ ઑર્ડરને વેરવિખેર કરી દીધો હતો. આ મેચમાં રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલીને ફટાફટ આઉટ કરી દીધા હતા જેના કારણે ભારત આ મેચ 180 રનના મોટા અંતરથી હારી ગયું હતું. હવે વર્લ્ડકપ પણ ઈંગ્લેન્ડમાં રમાવાનો છે ત્યારે બોર્ડે આમિરને ટીમમાં શામેલ કરવો જ પડ્યો.

ટીમમાં સિલેક્ટ ન થતા ભાવુક થયો હતો

અગાઉ વર્લ્ડકપ ટીમમાંથી બહાર થઈ જવાને લીધે આમિર નિરાશ થઈ ગયો હતો. તેણે ટ્વીટર પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. આમિરે લખ્યું હતું કે, ‘જો હું ટીમમાં સિલેક્ટ થયો હોત તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાની મજા આવત, ઈન્શાઅલ્લાહ. 2019 વર્લ્ડકપ માટે ટીમને મારો સપોર્ટ રહેશે. વર્લ્ડકપ ટ્રોફી અમારા ઘરે જ આવશે. ઈન્શા અલ્લાહ.’

ફિક્સિંગના કારણે બરબાદ થયા ઘણા વર્ષ

જોકે, આમિર હવે વર્લ્ડકપ ટીમનો હિસ્સો બની ગયો છે. જણાવી દઈએ કે, અગાઉ મેચ ફિક્સિંગમાં દોષિત સાબિત થવાને કારણે તેના પર પાંચ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય મેચ ન રમવાનો પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 27 વર્ષીય આમિરનું કરિયર લાંબુ તો રહ્યું પણ તે ઘણી ઓછી મેચ રમ્યો છે. આમિરે અત્યાર સુધી 51 મેચોમાં 60 વિકેટો ઝડપી છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30C9ZQr

No comments:

Post a Comment

Pages