પીરિયડ્સનો સમય ખૂબ જ પીડાદાયક
પીરિયડસનો સમય મહિલાઓ અને યુવતિઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવ આવે છે અને સ્વભાવ ચીડચીડીયો થઈ જાય છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ શકે છે. અહીં પુરુષો માટે કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે જેની મદદથી તેઓ ફીમેલ પાર્ટનરનું ધ્યાન રાખી શકે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પાર્ટનરને હોટ વોટરબેગ આપો
પીરિયડ્સના દિવસોમાં હોટ વોટરબેગની મદદથી પાર્ટનરના પેટ પર શેક કરો. પીરિયડ્સના દિવસોમાં મહિલાઓને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. શેક કરવાથી તેમને દુખાવામાં રાહત મળશે અને પાર્ટનર વચ્ચેનો બોન્ડ પણ મજબૂત થશે.
જ્યૂસ અને પ્રવાહી પિવડાવો
સતત બ્લીડિંગને કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવો. બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થશે.
પાર્ટનરને મસાજ કરો
પીરિયડ્સના દિવસોમાં પાર્ટનરને મસાજ કરવાથી ફાયદો થશે. સંપૂર્ણ બોડીને હળવા હાથે મસાજ કરો. એટલું ખાસ ધ્યાન રાખવું જે ભાગમાં દુખાવો થયો હોય ત્યાં મસાજ નહીં પરંતુ ગરમ પાણીનો શેક કરો.
પાર્ટનરને ખૂબ પ્રેમ આપો
પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ પ્રેમ આપો. તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે.
દરેક વાત સાંભળવા તૈયાર રહો
પીરિયડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે,તે ફીમેલ પાર્ટનર સિવાય કોઈ સમજી શકતું નથી. એટલા માટે તેને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો.
લડાઈ નહીં પરંતુ તાકત બનો
પીરિયડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે. આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સે થવું નહીં. આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનવું. તેને પૂરો આરામ આપો.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2XbZOA9
No comments:
Post a Comment