Latest

Tuesday, May 21, 2019

ઐશ્વર્યા રાયનાં મીમ વિવાદ પર વિવેક ઓબેરોયે માગી માફી, ટ્વિટર પર કહી આ વાત

વિવાદમાં ઘેરાયો વિવેક ઓબેરોય

એક્ઝિટ પોલ બાદ ઐશ્વર્યા રાય, સલમાન ખાન, અભિષેક બચ્ચન અને આરાધ્ય બચ્ચનની તસવીરોનો ઉપયોગ કરીને બનાવાયેલા મીમ શેર કરીને બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય વિવાદોમાં ઘેરાયો છે. આ મામલે જ્યારે તેને ગઈકાલે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, ‘તેમાં મારો શું વાંક છે, તો હું માફી માગું?’. પરંતુ લોકોનો ગુસ્સો અને મહિલા આયોગની કાર્યવાહી બાદ એક્ટર બેકફૂટ પર છે. મીમ શેર કર્યાના 24 કલાકની અંદર તેણે માફી માગતા ટ્વીટ ડિલીટ કરી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વિવેકે ટ્વીટ કરી માફી માગી

વિવેક માફી માગતા એકસાથે બે ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેણે લખ્યું છે કે, ‘ક્યારેક-ક્યારેક પહેલીવારમાં જેને જે ફની લાગે છે, તે બીજાને લાગતું નથી. મેં છેલ્લા 10 વર્ષ, 2000થી વધારે અસહાય છોકરીઓના સશક્તિકરણમાં પસાર કર્યા છે. હું ક્યારેય કોઈ મહિલાના અપમાન વિશે વિચારી શકું નહીં’.

એક્ટરે શું કહ્યું?

બીજા ટ્વીટમાં તેણે લખ્યું છે કે, ‘જો મીમ શેર કરવાના કારણે કોઈ પણ મહિલાની લાગણીને ઠેસ પહોંચી છે તો મારે તેમો સુધારો કરવાની જરૂર છે. હું તમામ મહિલાઓની માફી માગુ છું અને મેં ટ્વીટ ડિલીટ કરી દીધી છે’.

વિવાદીત ટ્વીટમાં શું હતું?

સોમવારે વિવેક ઓબેરોયે ત્રણ તસવીરોવાળું એક મીમ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું હતું. આ મીમ ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને રિઝલ્ટ એમ ત્રણ ભાગમાં હતું. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાન સાથે હતી, એક્ઝિટ પોલમાં વિવેક ઓબેરોય અને ઐશ્વર્યાની તસવીર હતી જ્યારે રિઝલ્ટમાં ઐશ્વર્યા અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે હતી. ઐશ્વર્યા અને આરાધ્યાનું મીમ શેર કરીને વિવેક ઓબેરોય ટ્વિટર પર ટ્રોલ થયો હતો. જે બાદ મહિલા આયોગે પણ તેને નોટિસ મોકલી હતી.

પહેલા વિવેકે શું કહ્યું હતું?

મીમને લઈને વિવાદ વધતાં વિવેકે કહ્યું હતું કે, ‘જો મેં કંઈ ખોટું કર્યું છે તો હું માફી માગી લઈશ, પરંતુ મને લાગતું નથી કે મેં કોઈ ભૂલ કરી છે. મારી ભૂલ જ શું છે? કોઈએ મીમ ટ્વીટ કર્યું અને હું તેના પર હસ્યો’. ANI સાથે વાત કરતાં એક્ટરે કહ્યું હતું કે, ‘મને તે ખબર નથી પડતી કે લોકો કેમ આટલો મોટો મુદ્દો બનાવી રહ્યા છે. કોઈએ મને મીમ મોકલ્યું હતું. હું હસ્યો અને તેની ક્રિએટિવિટીની પ્રશંસા કરી હતી. જો કોઈ તમારા પર હસે તો તમારે તેને ગંભીરતાથી ન લેવું જોઈએ’.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YEOooM

No comments:

Post a Comment

Pages