બેંગલુરુ:ઇન્ફોસિસમાં વાર્ષિક ₹1 કરોડનો પગાર મેળવતા કર્મચારીઓની સંખ્યા બમણી વૃદ્ધિ સાથે લગભગ 60 થઈ છે. સિનિયર એક્ઝિક્યુટિવ્સે 2018-’19માં સ્ટોક ઓપ્શન્સનો ઉપયોગ કર્યો હતો અને એટલે તેમના વળતરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર 2017-’18માં ભારતમાં કાર્યરત 30થી ઓછા કર્મચારીને ₹1.02 કરોડનો પગાર મળ્યો હતો, જે આંકડો 2018-’19માં વધીને 64 થયો છે.
ઇન્ફોસિસના કુલ વળતરમાં વધારો નોંધાયો છે. જેમ કે, કંપનીના હેડ (કોર્પોરેટ સ્ટ્રેટેજી એન્ડ રિસ્ક) દીપક પડાકીનો 2018-’19માં કુલ પગાર લગભગ 75 ટકા વધીને ₹3.16 કરોડ થયો છે, જે 2017-’18માં ₹1.81 કરોડ હતો. એવી રીતે ગ્લોબલ ઇમિગ્રેશનના ગ્રૂપ હેડ અને EVP કૌશિક આરએનના કુલ વળતરમાં 41 ટકા ઉછાળો નોંધાયો છે.
ગ્લોબલ ટેલેન્ટ એન્ડ ટેક્નોલોજી હેડ બિનોદ હમ્પાપુરનું કુલ વળતર 30 ટકા વધીને ₹5.2 કરોડ થયું છે. ઇન્ફોસિસે એક નોંધમાં જણાવ્યું હતું કે, “2018-’19માં કર્મચારીઓના વળતરમાં નોંધપાત્ર વૃદ્ધિનું કારણ તેમને અગાઉ મળેલા સ્ટોક ઇન્સેન્ટિવ્સનો ગયા નાણાકીય વર્ષે કરાયેલો ઉપયોગ કહી શકાય.” વેતનમાં ફિક્સ્ડ પગાર, વેરિયેબલ પે, નિવૃત્તિ લાભ ઉપરાંત, ઉપયોગ કરાયો હોય એવા સ્ટોક ઇન્સેન્ટિવ્સનો સમાવેશ થાય છે.
કર્મચારીઓના પગારની સરેરાશ 2018-’19માં ₹6.2 લાખ હતી, જે અગાઉના વર્ષની તુલનામાં 5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ટોચના એક્ઝિક્યુટિવ્સમાં સીઇઓ સલિલ પારેખને ₹24.6 કરોડ મળ્યા હતા. જેમાં ₹7.6 કરોડના નિયંત્રિત સ્ટોક ઓપ્શન્સનો સમાવેશ થાય છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર યુ બી પ્રવીણ રાવને ₹9.1 કરોડ અને ઇન્ફોસિસના પ્રેસિડન્ટ મોહિત જોશીને ₹15 કરોડ મળ્યા હતા.
કંપનીએ ડેપ્યુટી COO રવિ કુમારને ₹13.2 કરોડ અને TCSના સીઇઓ રાજેશ ગોપીનાથનને ગયા વર્ષે ₹16 કરોડ ચૂકવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, કંપનીના સૌથી વધુ પગાર મેળવતા ટોપ-10માંથી બે કર્મચારી ઇન્ફી દ્વારા નોઆહ કન્સલ્ટિંગના એક્વિઝિશનને કારણે આ યાદીમાં સામેલ થયા હતા. નોઆહના ડિરેક્ટર્સ સ્ટુઅર્ટ નેલ્સન અને શેનન તસિમને 2018-’19માં ₹6.8 કરોડની આસપાસ પગાર મળ્યો હતો.
ઊંચા એટ્રિશન રેટથી પરેશાન ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર તેનો પગારવધારો જુદોજુદો છે. સરેરાશ પર્ફોર્મરની તુલનામાં હાઈ-પર્ફોર્મરને ઊંચો પગાર મળે છે. ઇન્ફીએ જણાવ્યું હતું કે, તેણે 50 કરોડ ડોલરના ઇનોવેશન ફંડમાંથી 5.9 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. 2018-’19માં કંપનીએ બે રોકાણનો હિસ્સો વેચી 80 લાખ ડોલરની ચોખ્ખી કમાણી કરી હતી. માર્ચ 2018ના રોજ કંપનીએ 5.3 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2EpiaGt
No comments:
Post a Comment