Latest

Tuesday, May 21, 2019

ગરમીથી બચવા અમદાવાદીએ શોધ્યો અનોખો ઉપાય, કાર પર છાણનું લીપણ લગાવી દીધું

ગરમીથી બચવા અમદાવાદીએ શોધી કાઢ્યો ઉપાય

સમગ્ર રાજ્યમાં હાલ ભયાનક ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો વધવાથી બપોર દરમિયાન લોકો ઘરની બહાર જવાનું ટાળતા હોય છે. ઉપરાંત અવનવી તરકીબો અજમાવીને ગરમી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક અમદાવાદીએ ઉનાળાની કાળજાળ ગરમીમાં પોતાની કારને ઠંડી રાખવા માટે અલગ જ ઉપાય શોધી કાઢ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગરમીથી છૂટકારો મેળવવા માટે આ વ્યક્તિએ આખી કારને જ છાણનું લીપણ લગાવી દીધું. હવે આ છાણના લીપણવાળી કારનો ફોટો ફેસબુકમાં વાઈરલ થઈ રહ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કાર પણ લગાવ્યું છાણનું લીપણ

Rupesh Gauranga Das द्वारा इस दिन पोस्ट की गई सोमवार, 20 मई 2019

ફેસબુક યુઝર રુપેશ ગૌરાંગા દાસે પોતાના એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે, મેં જોયેલો છાણનો સૌથી સારો ઉપયોગ. તે વધુમાં લખે છે કે આ ફોટો અમદાવાદમાંથી લેવામાં આવ્યા છે અને ઉમેર્યું કે, 45 ડિગ્રી તાપમાન સામે રક્ષણ મેળવવા અને પોતાની કારને ગરમ થતી અટકાવવા સેજલ શાહે છાણથી કારને લીપણ કર્યું છે.

છાણની દુર્ગંધ કેવી રીતે સહન કરે છે?

રૂપેશ દાસે શેર કરેલા બે ફોટોમાં કારને છાણના લીપણથી કોટિંગ કરાયેલું સ્પષ્ટ જોઈ શકાય છે. આ પોસ્ટ જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ જાણવા ઈચ્છે છે કે ગાયના છાણમાંથી આવતી દુર્ગંધથી આ મહિલા કેવી રીતે રહી શકે છે. કેટલાક એવા લોકો પણ હતા જે પૂછવા લાગ્યા કે વાહનને ઠંડું રાખવા ગાયના છાણના કેટલા લેયર લગાવ્યા છે.

ગામડાના ઘરોમાં છાણનો ખાસ ઉપયોગ

ભારતના ગ્રામિણ વિસ્તારોમાં ગાયના છાણનો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે. ગામડાઓમાં ખાસ કરીને ઘરની દિવાલો અને ફળિયામાં છાણનું લીપણ કરવામાં આવે છે. આ લીપણ શિયાળામાં ઘરને ગરમ અને ઉનાળામાં ઠંડું રાખે છે. ઉપરાંત તે કુદરતી જંતુનાશક અને મચ્છરને દૂર રાખવાનું કામ કરે છે. હજુ પણ ગામડામાં મોટાભાગના ઘરોમાં છાણનું લીપણ જોવા મળે છે.

છાણનો આવો ઉપયોગ જોઈ લોકો વિચારમાં

આ પહેલા પણ ઘણા રાજકીય નેતાઓ અને લોકો ગાયના છાણ તથા ગૌમૂત્રના ફાયદાઓ વિશે વાત કરી ચૂક્યા છે. ઉપરાંત ગૌમૂત્રમાંથી ફ્લોર ક્લિનિંગ માટેના પ્રોડક્ટ્સ પણ લોન્ચ થઈ ચૂક્યા છે. ત્યારે ગાયના છાણનો આ રીતે પણ ઉપયોગ થઈ શકે છે તે જોઈને લોકો વિચારમાં પડી ગયા હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2X4QJc8

No comments:

Post a Comment

Pages