હ્યુન્ડાઈની પહેલી કૉમ્પેક્ટ SUV
નવી દિલ્હી: હ્યુન્ડાઈએ પોતાની સબ-કૉમ્પેક્ટ SUV Venueને લોન્ચ કરી દીધી છે. આ કાર ત્રણ એન્જિન અને ચાર વેરિયંટ ઓપ્શન સાથે માર્કેટમાં ઉતારવમાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 6.50 લાખ રુપિયા છે. હ્યુન્ડાઈની આ પહેલી કૉમ્પેક્ટ SUV કાર છે, એટલું જ નહીં બ્લૂલિંક ટેક્નોલોજી ધરાવતી પણ આ પહેલી કાર છે, જેને હ્યુન્ડાઈએ ભારતની પહેલી કનેક્ટેડ એસયૂવીના નામથી રજૂ કરી છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
એન્જિન અને ટ્રાન્સમિશન
હ્યુન્ડાઈ વેન્યૂમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિનનો ઓપ્શન છે. એક 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન છે, જે 82 bhp પાવર અને 114 પીક ટોર્ક જનરેટ કરે છે. બીજું એન્જિન 1.4 લીટર ડીઝલ એન્જિન છે, જે 89 bhpનો પાવર અને 220 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ત્રીજું 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 118 bhp પાવર અને 172 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. 1.2 લીટરવાળા પેટ્રોલ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 1.4 લીટર ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે છ સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ અપાયો છે.
એક્સટીરિયર અને ઈન્ટિરિયર
વેન્યૂની ડિઝાઈન ખાસ્સી બોલ્ડ છે. એસયૂવીમાં કેસકેડિંગ ગ્રિલ, નવા હેડલેમ્પ્સ, પ્રોજેક્ટર ફોગ લેમ્પ, એલઈડી ટેલલેમ્પ્સ અને 16 ઈંચ ડાયમંડ કટ અલૉય વ્હીલ અપાયા છે. સાઈડમાં સ્ટ્રોંગ કેરેક્ટર લાઈન્સ તેના લૂકને સ્પોર્ટી બનાવે છે. એસયૂવીમાં પ્રીમિયમ લેસર લાઈટ કટ ફિનિશ ડેશબોર્ડ અને ફેબ્રિક અને લેધર ફિનિશ સીટ્સ અપાઈ છે, જે કેબિનને પ્રીમિયમ ફીલ આપે છે. આ ઉપરાંત, તેમાં સ્લાઈડિંગ ફ્રંટ આર્મ રેસ્ટ અને કપ હોલ્ડર સાથે રિઅર સેન્ટર આર્મ રેસ્ટ અપાયું છે. વેન્યૂમાં 350 લીટરની બૂટ સ્પેસ છે.
ફીચર્સ
હ્યુન્ડાઈએ વેન્યૂ એસયૂવીને શાનદાર ફીચર્સથી સજ્જ કરી માર્કેટમાં ઉતારી છે. તેમાં ઈલેક્ટ્રીક સનરુફ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 8 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિઅર એસી વેન્ટ્સ અને વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ છે. સેફ્ટીની વાત કરીએ તો આ કારમાં ઈબીડી સાથે એબીએસ, 6 એરબેગ્સ, રિઅર પાર્કિંગ સેન્સર્સ, રિઅર કેમેરા, ઈએસસી અને હિલ લોન્ચ આસિસ્ટ જેવા ફીચર્સ મોજૂદ છે.
આમની સાથે થશે ટક્કર
વેન્યૂની ટક્કર ટાટા નેક્સૉન, ફોર્ડ ઈખોસ્પોર્ટ, મહિન્દ્રા એક્સયૂવી300 અને આ સેગમેન્ટની બોસ મારુતિ વિટારા બ્રેઝા સાથે થશે. ભારતીય માર્કેટમાં મારુતિને દરેક સેગમેન્ટમાં ટક્કર આપનારી હ્યુન્ડાઈ પાસે સબ-કૉમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં મારુતિની ટક્કરમાં કોઈ પ્રોડક્ટ નહોતી. વેન્યૂના લોન્ચિંગ સાથે આ કમી પૂરી થઈ ગઈ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VDTiAr
No comments:
Post a Comment