Latest

Tuesday, May 21, 2019

વીજળી બિલ બચાવતી LED લાઈટથી આંખોને થાય છે ગંભીર નુકસાન, જાણો કેવી રીતે

LED લાઈટથી આંખોને નુકસાન?

દુર્ગેશનંદન ઝા, ન્યૂ દિલ્હીઃ શું ઈલેક્ટ્રિસિટી બિલમાં રાહત આપતા LED બલ્બ આંખોને નુકસાન પહોંચાડે છે? જો કે આ સૂચવવા માટે કોઈ નિર્ણાયક પૂરાવા નથી પરંતુ કેટલાક દેશોના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે તેનાથી થતાં નુકસાન વિશેની વાતને નકારી શકાય નહીં.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વાદળી લાઈટથી રેટિનાને નુકસાન

ફ્રાંસમાં સરકારી સ્વાસ્થ્ય સંસ્થા ફ્રેન્ચ એજન્સી ફોર ફૂડ, એન્વાયરમેન્ટ એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી (ANSES)એ આ અંગે ચેતવણી આપી છે. 400 પાનાનાં રિપોર્ટમાં તેણે કહ્યું કે એલઈડી બલ્બમાં રહેલી વાદળી લાઈટ આંખોના પડદાંને (રેટિના) નુકસાન પહોંચાડે છે. ‘એલઈડી લાઈટ ‘ફોટો ટોક્સિક’ હોય છે અને તે આંખોનાં પડદાંની કોશિકાઓને ક્યારેય ઠીક ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડે છે. સાથે જ તેનાથી આંખોની રોશની પણ ઓછી થાય છે’.

ભારતમાં LED લાઈટનો ઉપયોગ વધુ

બીજા દેશો કરતાં ભારતમાં એલઈડી બલ્બનો વધારે ઉપયોગ કરવામાં આવે છે આ સાથે જ ઓટોમોબાઈલમાં પણ ધીમે-ધીમે એલઈડી બલ્બનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. એલઈડી બલ્બ ઈલેક્ટ્રિસિટી બચાવે છે પરંતુ બીજા બલ્બની સરખાણી વધારે વાદળી લાઈટ ઉત્પન્ન કરે છે. આંખોના ડોક્ટરનું કહેવું છે કે એલઈડી બલ્બમાં રેટિનાના સેલ્સને નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોય છે. AIIMSના નેત્રવિજ્ઞાનના પૂર્વ પ્રોફેસર ડો. રાજવર્ધન આઝાદે કહ્યું કે, ‘લોકોને આ અંગે ચેતવતા પહેલા આપણે મહત્વના અને નિર્ણાયક પૂરાવાની જરૂર છે’.

‘LED લાઈટનો પ્રકાશ ચિંતાનો વિષય’

પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડો. ચંદ્રકાન્ત એસ. પાંડવે કહ્યું કે, એલઈડી લાઈટમાંથી સતત આવતું અજવાળું અને આંખો આંજી નાંખે તેવો ચળકાટ એક ચિંતાનો વિષય છે. ભારતમાં મળતા મોટાભાગની એલઈડી લાઈટમાં અજવાળાનું પ્રમાણ વધારે હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે સારૂં નથી. ‘ભૂતકાળમાં થયેલા અભ્યાસો એવા પરિબળ દર્શાવે છે જે અજવાળાને વધુ ખરાબ બનાવે છે. જેમાં એક્સપોઝરનો લાંબો સમયગાળો, રેટિનાના વધુ વિસ્તારમાં પ્રાપ્ત થતી ઉત્તેજના અને ફ્લેશની વધુ બ્રાઈટનેસનો સમાવેશ થાય છે’.

આંખના ડોક્ટરનું શું કહેવું છે?

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પૂર્વ હેડનું કહેવું છે કે, આર્ટિફિશ્યલ લાઈટિંગએ જીવનનો મહત્વનો ભાગ છે. ‘આપણે રોજના 10-12 કલાક આ લાઈટની નીચે પસાર કરીએ છીએ. ઈન્ડસ્ટ્રી અને સરકાર જે રીતે એલઈડી બલ્બને પ્રમોટ કરી રહ્યા છીએ તે રીતે તે પણ મહત્વપૂર્ણ છે કે એલઈડી લાઈટ આંતરરાષ્ટ્રીય સ્તર પર નક્કી કરાયેલા ફોટોબાયોલોજિકલના ધારા-ધોરણોને પૂરા કરે. એલઈડીનો પ્રકાશ ચિંતાનો વિષય તો છે જ’.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2wcn4lC

No comments:

Post a Comment

Pages