Latest

Saturday, August 17, 2019

હવે કોઈપણ ઋતુમાં કરી શકાશે ચારધામની યાત્રા, 900 લાંબા હાઈવે યોજનાને મળી મંજૂરી

ચારધામની યાત્રાએ જનારા લોકો માટે એક ખુશ ખબર આવી છે. જે મુજબ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તરાખંડના ચાર પવિત્ર ધાર્મિક શહેરોને દરેક મોસમમાં જોડનારા 900 કિમી લાંબા મહત્વકાંક્ષી ચારધામ હાઈવે યોજનાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે NGTને આદેશમાં ફેરફાર કરતા પર્યવારણની બાબતો પર વિચાર કરવા એક સમિતિની રચના કરવા માટે કહ્યું છે. 900કિમીના આ હાઈવેથી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી યાત્રાધામોને જોડવામાં આવશે.

જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને 22 ઓગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એક પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામના NGOએ પાછલા વર્ષે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. જોકે કોર્ટે હવે સમિતિના દેખરેખ હેઠળ બધુ કામ થાય અને દર ત્રણ મહિને મીટિંગ કરીને પર્યાવરણના માનકોનું ધ્યાન રખાઈ રહ્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્ત્રોતોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2MlAgik

No comments:

Post a Comment

Pages