Latest

Friday, June 5, 2020

કોરોનાઃ મારુતિએ કાર પાર્ટિશન સહિત આ સેફ્ટી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા, કિંમત રૂ.10થી શરૂ

કારના સેફ્ટી પ્રોડક્ટ્સ

કોરોના વાયરસની વેક્સીન જ્યાં સુધી ન આવી જાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આગળ વધવું જરૂરી છે. સરકારથી લઈને ડોક્ટર સુધીની પણ આવી જ સલાહ છે. લોકો ધીમે-ધીમે પોતાની દીનચર્યા તરફ આગળ વધી રહ્યા છે અને કામકાજ શરૂ કરી રહ્યા છે. એવામાં સવાલ છે કે કોરોનાથી કેવી રીતે બચવું? આ વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ કોરોનાથી બચવા માટે કેટલાક ખાસ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મારુતિ સુઝુકીએ લોન્ચ કર્યા ખાસ પ્રોડક્ટ્સ

મારુતિ સુઝુકીએ કહ્યું કે, તેણે કોરોના વાયરસની મહામારીથી બચવા પોતાના ગ્રાહકો માટે ફેસ માસ્ક, ડિસ્પોઝિબલ શૂ કવર્સ, ફેસ વાઈઝર્સ, ડિસ્પોઝિબલ આઈ ગિયર્સ અને કાર પાર્ટિશન સહિતના પ્રોડક્ટ્સ બનાવ્યા છે. ગ્રાહક આ બધા પ્રોડક્ટ્સ વિશે વધારે જાણકારી મારૂતિ સુઝુકીની વેબસાઈટ પર જઈને મેળવી શકે છે. આ ઉપરાંત તેને ખરીદવા માટે નજીકના મારુતિ શોરૂમ પર પણ જઈ શકે છે.

કંપનીની વેબસાઈટ પર આપી માહિતી

મારુતિ સુઝુકીએ પોતાની અધિકારીક વેબસાઈટ પર એક નવી કેટેગરી ‘હેલ્થ એન્ડ હાઈજીન’ લિસ્ટ કરી છે, જ્યાં આ વિશે સમગ્ર જાણકારી આપવામાં આવી છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે કાર પાર્ટિશન અનિવાર્ય રૂપથી ફ્રન્ટ અને રિયર પેસેન્જર માટે છે, જેથી મુસાફરી દરમિયાન સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. નવા કાર પાર્ટિશનને velcroનો ઉપયોગ કરીને કારમાં ઈસ્ટોલ કરી શકાય છે.

કારમાં પાર્ટિશનથી સેફ રહેશે ટ્રાવેલ

કાર પાર્ટિશન કારના ફ્રન્ટ અને રિયર કેબિનને અલગ કરવામાં મદદ કરે છે. આ પ્રકારે મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલનું પાલન થાય છે. પાર્ટિશનના કારણે મુસાફરી દરમિયાન ઉધરસ કે છીંક ખાવા પર તેઓ એક-બીજાના સંપર્કમાં નહીં આવે.

રૂ.10થી શરૂ પ્રોડક્ટ્સની રેન્જ

કાર પાર્ટિશનની કિંમત 549 રૂપિયાથી લઈને 649 રૂપિયા વચ્ચે છે. જ્યારે ફેસ માસ્કની કિંમત 10 રૂપિયા, હેન્ડ ગ્લવ્સની કિંમત 20 રૂપિયા, ડિસ્પોઝિબલ શૂ કવર્સની કિંમત 21 રૂપિયા, ફેસ વાઈઝર્સની કિંમત 55 રૂપિયા અને ડિસ્પોઝિબલ આઈ ગિયર્સની કિંમત 100 રૂપિયા છે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2Y74Z5Y

No comments:

Post a Comment

Pages