Latest

Friday, June 5, 2020

કોરોનાના પ્રકોપ વચ્ચે જગન્નાથ મંદિરેથી નીકળી જળયાત્રા, નીતિન પટેલ પણ જોડાયા

મર્યાદિત લોકોની હાજરીમાં પૂજાવિધિ

અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી જેમાં મર્યાદિત લોકોની હાજરી પૂજાવિધિ કરવામાં આવી હતી. આ જળયાત્રામાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જળયાત્રાની પૂજામાં હાજર રહ્યા હતા.

મહંત દિલિપદાસજી અને ટ્રસ્ટીએ પૂજા કરી

આજે સવારે 8.45 વાગ્યે એક જ ગજરાજ સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર ઝા અને નીતિન પટેલે કળશ લઈ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું.

3 રથ સાથે નીકળશે ભગવાનની રથયાત્રા!

આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાની 23મી જૂને યોજાનારી છે. મંદિર ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ વર્ષે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા ફક્ત 3 રથ સાથે નગરચર્ચાએ નીકળશે. આ વર્ષની રથયાત્રામાં ભજન મંડળી અને ઝાંખીઓ પણ નહી હોય. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના જણાવ્યાનુસાર મહારાજની આજ્ઞા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીથી નીકળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો હતો નિર્ણય

ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે? કેટલા લોકોની હાજરીમાં કાઢવી તે અંગે થોડા દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં 3 રથ સાથે રથયાત્રા નીકળશે તેવો નિર્ણય લેવાયો હતો. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથના રથ ખેંચવામાં કેટલા જોડાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ રથ ખેંચવા 30 ખલાસીઓ જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/373uZDF

No comments:

Post a Comment

Pages