Friday, June 5, 2020

Unlock-1માં મળેલી છૂટછાટ સાથે અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ 2 મહિના કરતા વધારે સમય સુધી ચાલેલા લોકડાઉન બાદ છૂટછાટ મળવાની સાથે જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ફેક્ટરીઓ ધીમે-ધીમે ધમધમતી થઈ છે અને રસ્તા પર વાહનો દોડતા થયા છે જેની સરસ હવાના પ્રદૂષણમાં જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પ્રમાણે 1 જૂનથી લાગુ પડેલા અનલોક-1ના લીધે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. ગુરુવારે પિરાણા અને રખિયાલ વિસ્તારમાં AQIનું પ્રમાણ 125 અને 89 રહ્યું જે સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાય છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા હવાના પ્રદૂષણ અંગે 22મી માર્ચે જનતા કર્ફ્યૂના દિવસે વટવા વિસ્તારમાં પરિક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં PM2.5 (2.5 માઈક્રોન કે તેનાથી ઓછું)માં 29.85% ઘટાડો નોંધાયો હતો, કાર્બન મોનોક્સાઈડમાં 17.80% ઘટ્યો હતો, જ્યારે સલ્ફર ડાયોક્સાઈડ 87% ઘ્યો હતો અને NO2 23% ઘટ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વટવામાં PM.2.5માં 31 માર્ચના રોજ 82.83 માઈક્રોગ્રામથી ઘટીને 31 થયો હતો. પરંતુ હવે વટવા GIDC ચાલુ થવાના કારણે તેની અસર હવામાં જોવા મળી રહી છે.

ગુરુવારે અમદાવાદ શહેરના AQIની કેન્દ્ર સરકારની એર ક્વોલિટી અને વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) દ્વારા ચકાસણી કરવામાં આવી તો 83 નોંધાયું. જ્યારે સાંજના સમયે AQIમાં સામાન્ય સુધાર નોંધાયો અને તે 78 પર પહોંચ્યું. પિરાણા ડંપિંગ યાર્ડમાં લોકડાઉન પહેલા AQI 320 કરતા વધુ હતા જ્યારે હવે મોડરેટ સ્થિતિમાં 80 પર છે. લોકડાઉનના કારણે અહીં કચરો અલગ પાડવાની કામગીરી નહોતી કરતી જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

અધિકારીઓનું માનવું છે કે, હજુ રોડ પર સામાન્ય ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને બસ સહિતના ટ્રાન્સપોર્ટેશનના વાહનોનું પ્રમાણ ઘણું ઓછું છે જેના કારણે AQIનું પ્રમાણ મોડરેટ અને સંતોષકારક છે. એમ પણ જણાવવામાં આવ્યું કે, અગાઉ 1000 કરતા વધુ AMTS અને BRT સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની બસો દોડતી હતી. જ્યારે તેમાંથી માત્ર 40% જ બસો દોડી રહી છે જેના કારણે AQI પ્રમાણ વધારે ઊંચું નથી ગયું.

આ સિવાય છૂટછાટ મળવાની સાથે દિલ્હીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઊંચું ગયું છે, બીજ તરફ કોરોના કેસનું પ્રમાણ વધુ હોવાથી મુંબઈમાં છૂટછાટ વધુ નથી મળી જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ ઊંચું નથી ગયું. પુણેમાં પણ સ્થિતિ કાબૂમાં છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2UeVoZX

No comments:

Post a Comment

Pages