Latest

Friday, June 19, 2020

સુરક્ષા એજન્સીઓએ 50 ચાઈનીઝ એપ સામે જાહેર કર્યું રેડ એલર્ટ, આ રહ્યું લિસ્ટ

તમારા મોબાઈલમાં છે આ ચાઈનીઝ એપ

નવી દિલ્હીઃ ગલવાન ખીણમાં ભારત-ચીન સીમા વિવાદ ચાલી રહ્યો છે. ચીન દ્વારા ફરી એકવાર પોત પ્રકાશીને દગો કરીને ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો છે જેને લઈને દેશભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સો ચરમ સ્તરે પહોંચી ગયો છે. તેવામાં દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ એલર્ટ ચાઈનીઝ એપ યુઝર્સને ચિંતામાં નાખવા માટે પૂરતું છે. દેશની સુરક્ષા એજન્સીઓએ ટિકટોક, હેલો, વીચેટ, શેરઈટ સહિતની 50 ચાઈનીઝ એપને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવી છે આ લિસ્ટમાં શોપિંગ એપ શેન અને ક્લબ ફેક્ટરી પણ સામેલ છે. આ એપનાં માધ્યમથી યુઝર્સનો પર્સનલ ડેટા અને દેશના જુદા જુદા લોકેશનના કોર્ડિનેટ્સ ચોરી કરવામાં આવી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચાઈનીઝ એપ્સથી જાસૂસી કરી શકાય છે

સુરક્ષા એજન્સીઓએના રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ એપ્સનાં માધ્યમથી દેશ અને સુરક્ષાને અનુલક્ષી મહત્ત્વપૂર્ણ ડેટા દેશની બહાર મોકલવામાં આવી રહ્યો છે. જેટલી સંખ્યામાં ભારતીયો આ એપ્સનો ઉપયોગ કરે છે તેમનો તમામ ડેટા કંપની પોતાની પાસે રાખે છે. કેટલાક નિષ્ણાતો અનુસાર, ચાઈનીઝ કંપનીઓ આ ડેટા ત્યાની સરકાર સાથે શેર કરે તે અનિવાર્ય છે. આ ડેટાને આધારે જ ચીનની ગુપ્તચર એજન્સી અને સેના દેશ પર હુમલો કરવાની રણનીતિ તૈયાર કરે છે.

આ લોકપ્રિય એપ્સ પણ સામેલ છે

આ યાદીમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયેલી ટિકટોક, ઝૂમ, યુસી બ્રાઉઝર, હેલો, વીચેટ, વાઈરસ ક્લિનર વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વીવો જેવી મોબાઈલ કંપનીઓની વીડિયો એપ્સ, બીગો લાઈવ, યુસી ન્યૂઝ વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ પણ ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને સરકારી કોન્ફરન્સ માટે ઝૂમ એપનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.

દુનિયાના ઘણા દેશોમાં ચાઇનિઝ એપ પર છે પ્રતિબંધ

લોકડાઉન દરમિયાન ખૂબ જ લોકપ્રિય થયેલી વીડિયો કોન્ફરન્સ એપ ઝૂમ ચીની મૂળના અમેરિકન બિઝનેસમેન એરિક યુઆનની માલિકીની છે. એ એપ વારંવાર હેક થતી હોવા ઉપરાંત ડેટા સ્ટોર ચીનમાં થતો હોવાના આરોપ સાથે અસંખ્ય દેશોએ સરકારી કામકાજમાં તેનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી હતી. તાઈવાન, જર્મની, અમેરિકા સહિતના ઘણાં દેશોએ ઝૂમને સરકારી અધિકારીઓને કોન્ફરન્સમાંથી ન વાપરવાની સલાહ આપી હતી.

દેશની સુરક્ષાએજન્સીએ આ 52 ચાઈનીઝ એપને ખતરનાક ગણાવી છે

– ટિકટોક (TikTok)
– હેલો (Helo)
– ઝૂમ (ZOOM)
– યુસી બ્રાઉઝર (UC Browser)
– યુસી ન્યૂઝ (UC News)
– શેર ઈટ (Sharit)
– લાઈકી (Likee)
– 360 સિક્યોરિટી (360 Security)
– ન્યૂઝ ડોગ (NewsDog)
– શિન (SHEIN)
– વિગો વીડિયો (Vigo Video)
– વી ચેટ (WeChat)
– વીબો (Weibo)
– વીબો લાઈવ (Vibo live)
– ક્લબ ફેક્ટરી (Club Factory)
– ઝેન્ડર (Xender)
– બ્યુટી પ્લસ (BeautyPlus)
– ક્વાઈ(Kwai)
– રોમવી (ROMWE)
– ફોટો વંડર(Photo Wonder)
– એપીયુએસ બ્રાઉઝર (APUS Browser)
– વીવા વીડિયો (VivaVideo)
– ક્યુયુ વીડિયો ઈન્ક (QU Video Inc)
– પરફેક્ટ કોર્પ(Perfect Corp)
– સીએમ બ્રાઉઝર (CM Browser)
– વાઈરસ કલીનર (Virus Cleaner)
– હાઈ સિક્યોરિટી લેબ (Hi Security Lab)
– એમઆઈ કમ્યૂનિટી (Mi Community)
– ડીયુ રેકોર્ડર (DU recorder)
– યુકેમ મેકઅપ (YouCam Makeup)
– એમઆઈ સ્ટોર (Mi Store)
– ડીયુ બેટરી સેવર (DU Battery Saver)
– ડીયુ બ્રાઉઝર (DU Browser)
– ડીયુ ક્લીનર (DU Cleaner)
– ડીયુ પ્રાઈવસી (DU Privacy)
– ક્લીન માસ્ટર (Clean Master)
– બૈડુ ટ્રાન્સલેટ (Baidu Translate)
– બૈડુ મેર વંડર કેમેરા (Baidu Map Wonder Camera)
– ઈએસ ફાઈલ એક્સપ્લોલર (ES File Explorer)
– ક્યુ ક્યુ ઈન્ટરનેશન (QQ International)
– ક્યુ ક્યુ લોન્ચર (QQ Launcher)
– ક્યુ ક્યુ સિક્યોરિટી સેન્ટર (QQ Security Centre)
– ક્યુ ક્યુ પ્લેયર (QQ Player)
– ક્યુ ક્યુ મ્યૂઝિક ક્યુ ક્યુ મેઈલ (QQ Music QQ Mail)
– ક્યુ ક્યુ ન્યૂઝ ફીડ (QQ NewsFeed)
– વી સિંક (WeSync)
– સેલ્ફી સિટી (SelfieCity)
– ક્લેશ ઓફ કિંગ્સ મેઈલ માસ્ટર (Clash of Kings Mail Master)
– એમઆઈ વીડિયો કોલ શાઓમી (Mi Video call-Xiaomi)
– પેરેરલ સ્પેસ(Parallel Space)



from Page Array – I Am Gujarat https://ift.tt/30Y1uSy

No comments:

Post a Comment

Pages