સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે મુંબઈ પોલીસે ગુરુવારે યશરાજ ફિલ્મ્સને દિવંગત એક્ટર અને પ્રોડક્શન હાઉસ વચ્ચેના કોન્ટ્રાક્ટની નકલ જમા કરવવાની સૂચના આપી છે. પોલીસ યશરાજ ફિલ્મ્સને તાત્કાલિક કોપી સબમિટ કરવાની સૂચના આપી હતી. સુશાંત સિંહ રાજપૂતે યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મો ‘શુદ્ધ દેશી રોમાન્સ’ અને ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ કરી હતી. જણાવી દઈએ કે, ગુરુવારે કલાકો સુધી સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ બાંદ્રા પોલીસે કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને પીઆર ટીમની રાધિકા નિહાલના પણ નિવેદન નોંધ્યા છે. શ્રુતિ મોદીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, જુલાઈ 2019થી 3 ફેબ્રુઆરી 2020 સુધી તેણે સુશાંત સાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘છિછોરે’ના પ્રમોશન વખતે શ્રુતિ તેની સાથે જ હતી. શ્રુતિ મોદીના જણાવ્યા અનુસાર, સુશાંત પોતાના ત્રણ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરતો હતો. જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી, નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ અને ડ્રીમ 150નો સમાવેશ થાય છે. વિવિધ રિયાલિસ્ટિક વર્ચ્યુઅલ ગેમ બનાવવા માટે એક કંપની શરૂ કરવાનું પ્લાનિંગ સુશાંત કરી રહ્યો હતો, તેમ શ્રુતિએ જણાવ્યું.
શ્રુતિના સ્ટેટમેન્ટ મુજબ, નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ નામની સામાજિક સેવા કરતી સંસ્થા સુશાંત શરૂ કરવા માગતો હતો. જેના થકી તે કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને પર્યાવરણ અને સમાજ માટે કામ કરવા માગતો હતો. જો કે, શ્રુતિને નથી ખબર કે કંપની રજિસ્ટર્ડ હતી કે નહીં. શ્રુતિના જણાવ્યા અનુસાર, ‘જીનિયસ એન્ડ ડ્રોપ આઉટ્સ’ નામના સોશિયલ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો હતો.
from Page Array – I Am Gujarat https://ift.tt/3datVit
No comments:
Post a Comment