Wednesday, June 24, 2020

શ્વાસની તકલીફ થતાં કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં દાખલ, કોરોના ટેસ્ટ પણ થયો

બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, શ્વાસ લેવામાં તકલીફ થતાં સરોજ ખાનને શનિવારે બાંદ્રાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજા અહેવાલ પ્રમાણે, હોસ્પિટલમાં સરોજ ખાનનું ડાયાલિસીસ કરવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નિયમ મુજબ, સરોજ ખાનનો કોવિડ-19નો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, થોડા સમયમાં સરોજ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાશે.

સરોજ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર મળતાં જ ફેન્સ તેમની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે એવું પણ લખ્યું હવે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ નિધનના સમાચાર સાંભળવા નથી માગતા.

જણાવી દઈએ કે, 22 નવેમ્બર 1948ના રોજ જન્મેલા સરોજ ખાને ચાર દશકાથી વધુના કરિયરમાં 2 હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. સરોજ ખાન બોલિવુડનું એવું નામ છે જેને સૌ કોઈ ઓળખે છે અને તેમના કામની પ્રશંસા કરે છે. 71 વર્ષીય સરોજ ખાને છેલ્લે કંગના રણૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને ફિલ્મ ‘કલંક’માં માધુરી દીક્ષિત માટે કોરિયોગ્રાફી કરી હતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3etlxwf

No comments:

Post a Comment

Pages