બી પ્રાકના ઘરે બંધાશે પારણું
અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ આજે પણ લોકોમાં ફેવરિટ છે. આ સોન્ગ ફેમસ પંજાબી સિંગર બી પ્રાકે ગાયુ હતું. બી પ્રાકના ઘરે હાલ ખુશીનો માહોલ છે. વાત એમ છે કે, પ્રાકની પત્ની પ્રેગ્નેન્ટ છે અને તે પિતા બનવાનો છે.
પત્ની સાથે શેર કરી તસવીર
આ ગુડ ન્યૂઝ સિંગરે પોતે ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની તસવીર શેર કરીને આપી છે. આ તસવીર તેની પત્નીના બેબી શાવર દરમિયાનની છે. જેમાં બંને પાઉટ કરતાં જોવા મળી રહ્યા છે.
‘બેબી…અમે રાહ જોઈ રહ્યા છીએ’
તસવીરના કેપ્શનમાં પ્રાકે લખ્યું છે કે, ‘બેબી…મમ્મી-પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે. #BlessingOnTheWay #IGotUs Thankuu #Meeru
Gorgeous Mommy Hot Daddy
#BPraak’
સેલેબ્સે પાઠવી શુભેચ્છા
બી પ્રાકે તસવીર શેર કર્યા બાદ મીકા સિંહ, નુપુર સેનન, સોનમ બાજમા, કનિકા કપૂર, ગૌહર ખાન, અલી ગોની અને નિશા રાવલ જેવા સેલેબ્સે શુભેચ્છા પાઠવી છે.
‘તેરી મિટ્ટી’ ગાઈને પોપ્યુલર થયો સિંગર
બી પ્રાક ‘તેરી મિટ્ટી’ સોન્ગ ગાયા બાદ વધારે પોપ્યુલર થયો છે. અક્ષય કુમાર અને નુપુર સેનનું સોન્ગ ‘ફિલહાલ’ને પણ તેણે જ અવાજ આપ્યો છે. તેને અક્કી સાથે સારૂં બોન્ડિંગ શેર કરે છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3fQ5gla
No comments:
Post a Comment