અમદાવાદ: બે વર્ષ પહેલા હિન્દુ યુવકના પ્રેમમાં પડેલી અને તેની સાથે ભાગી ગયેલી એક મુસ્લિમ યુવતીએ હાઈકોર્ટમાં મા-બાપ સાથે જવાનો ઈનકાર કરી પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મૂળ મોરબીની આ ઘટનામાં ધર્મ અલગ હોવાથી પોતાના પ્રેમસંબંધોને પરિવારજનો સ્વીકારશે નહીં તેવા ડરથી પ્રેમી-પ્રેમિકા 2018માં ભાગી ગયા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
તે સમયે પ્રેમિકા અવયસ્ક હતી. તેની કોઈ ભાળ ના મળતા તેના પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી હતી. જોકે, બંને નાસતા ફરતા હોઈ પોલીસ પણ તેમને શોધી નહોતી શકી. આખરે, બે વર્ષ બાદ પોલીસે તેમને પકડ્યા હતા અને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. વિડીયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં કોર્ટ સમક્ષ યુવતીએ જણાવ્યું હતું કે તે પોતાના મા-બાપ સાથે નહીં, પરંતુ પતિ સાથે રહેવા ઈચ્છે છે.
યુવતીની ઉંમર 18 વર્ષ થઈ જતાં યુવકે તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, પ્રેમીપંખીડા ભાગી ગયા ત્યારે યુવતી અવયસ્ક હોવાથી તેના પતિ સામે કેસ પણ થયો છે. જેની હાલ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન કોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં રાખવાનો આદેશ આપ્યો છે. યુવતીના પિતા તરફથી હાજર રહેલા વકીલે યુવતીન ધર્મ પરિવર્તન કરાવાયો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જોકે, યુવકના વકીલે દલીલ કરી હતી કે હેબિયસ કોર્પસનો મામલો હોવાથી આ દલીલ કરી શકાય તેમ નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2zZdlor
No comments:
Post a Comment