હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બિગ બી
શનિવારે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહેવાનું ચૂકતા નથી. તેઓ હોસ્પિટલમાંથી પણ ટ્વિટર પર તેમજ ઈન્સ્ટાગ્રામ પર કંઈકનું કંઈક શેર કરતાં રહે છે.
આવા લોકોથી દૂર રહેવાની આપી સલાહ
બિગ બીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ‘સુવર્ણ સલાહ’ આપતા 6 પ્રકારના લોકોથી હંમેશા અંતર જાળવી રાખવાનું કહ્યું છે. તેમણે લખ્યું છે કે, ‘તમામ લોકોની ઈર્ષ્યા કરતા, અન્ય લોકો પ્રત્યે નફરત રાખતા, અસંતોષી, ગુસ્સો કરતા, હંમેશા મનમાં શંકા રાખનારા અને બીજા પર જીવતા લોકો હંમેશા દુઃખી થાય છે. આવા લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ’, આ વાત તેમણે સંસ્કૃતનો એક શ્વોક શેર કરીને કહી છે.
ફેન્સનો માન્યો હતો આભાર
આ પહેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહેલા તેમના લાખો ચાહકોનો આભાર માન્યો હતો.
આરાધ્યા અને ઐશ્વર્યા હોમ ક્વોરન્ટિન
રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિષેકની સાથે અમિતાભ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે આરાધ્યા અને ઐશ્વર્યા હોમ ક્વોરન્ટિન છે. જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3fAIrC7
No comments:
Post a Comment