Latest

Tuesday, July 14, 2020

છેલ્લા 6 દિવસથી ગુમ થયેલી હોલિવૂડ એક્ટ્રેસનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

હોલિવૂડ એક્ટ્રેસનો મૃતદેહ મળ્યો

લગભગ એક અઠવાડિયા પહેલા કેલિફોર્નિયાના પીરૂ લેકમાં પોતાના દીકરા સાથે સ્વીમિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ નાયા રિવેરા ગુમ થઈ ગઈ હતી, હવે તેનો મૃતદેહ મળ્યો છે. લેકના વચ્ચોવચ બોટ પર તેનો માત્ર 4 વર્ષનો દીકરો મળ્યો હતો. તે દિવસથી જ એક્ટ્રેસની શોધખોળ કરવામાં આવી રહી હતી. હવે 6 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

8 જુલાઈથી ગુમ હતી

ઘણી હોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પોતાની હિટ મ્યૂઝિકલ સીરિઝ ‘Glee’ને લઈને લોકપ્રિય થઈ હતી. એક્ટ્રેસ 8 જુલાઈએ પોતાના દીકરા જોસે સાથે લેક પહોંચી હતી. અહીં તેણે ત્રણ કલાક માટે બોટ ભાડે લીધી હતી અને પોતાના દીકરા સાથે લેકના વચ્ચો વચ પહોંચી.

બોટ પરથી દીકરો એકલા મળ્યો હતો

ત્રણ કલાક બાદ જ્યારે રિવેરાની બોટ પાછી ન આવી તો એક અન્ય બોટ તેને શોધવા માટે નીકળી. ત્યાંના અધિકારીઓને માલુમ પડ્યું કે રિવેરા ભાડે લીધેલી બોટમાં નજર નથી આવી રહી. રિપોર્ટ મુજબ, તેના દીકરાએ જાણકારી આપી હતી કે એક્ટ્રેસ સ્વીમિંગ માટે કૂદ્યા બાદ પાછી નથી આવી. હેલિકોપ્ટર, મરજીવા, ડ્રોન વગેરેથી તેને શોધવામાં આવી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, રિવેરાના દીકરાએ લાઈફ ગાર્ડ પહેરી રાખ્યું હતું, જ્યારે માતાએ નહીં. ત્યારથી વેન્ચુરા કાઉન્ટી શેરિફના લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા અને હવે સોમવારે એક મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે, જેની ઓળખ રિવેરા તરીકે કરાઈ છે. જોકે પહેલાથી જ લોકો એક્ટ્રેસનું મોત થઈ ગયું હોવાનું માની રહ્યા હતા.

4 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરી હતી

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં રિવેરાએ Ryan Dorseyએ લગ્ન કર્યા હતા અને 2018માં બંને અલગ થઈ ગયા. કેલિફોર્નિયાના સેન્ટા ક્લેરિટામાં રહેનારી નાયા રિવેરાએ 4 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ શરૂ કરી હતી. 18 વર્ષની ઉંમરતે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સ કરાવ્યા હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2WeUqO4

No comments:

Post a Comment

Pages