Happy Birthday
આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?
આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર અને મંગળ ગ્રહ છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ વર્ષપતિ મુંથાની ઉત્તમ સ્થિતિ જુલાઈના બાકીના દિવસોમાં લાભ કરાવશે. ઓગસ્ટમાં ઘણા સમયથી પાછળ ઠેલાઈ રહેલી યોજનાઓ પૂરી થશે. નજીકના મિત્રોના સહયોગથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નવી શોધ કરી શકશો. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં સન્માન વધશે.
દેવામાંથી મુક્તિ મળશે
નવેમ્બરમાં અનિચ્છાએ ક્યાંય જવાનું થઈ શકે છે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકો તમારી કાર્યકુશળતાની પ્રશંસા કરશે. ફેબ્રુઆરી અને માર્ચ 2021માં જીવનસ્તર ઊંચું આવશે. શત્રુઓ પરાજિત થશે. એપ્રિલ અને મે મહિનામાં રોગ-દેવામાંથી મુક્તિ મળશે.
સૂર્યનારાયણને જળ અર્પણ કરો
જૂનથી આર્થિક પક્ષ મજબૂત બનશે. 1 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં ધાર્મિક સ્થળોએ પર્યટનનો યોગ છે. વધુ સફળતા માટે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને જળ અર્પણ કરો. હનુમાન ચાલીસાનો પાઠ પણ કલ્યાણકારી સાબિત થઈ શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/30pLrLB
No comments:
Post a Comment