Tuesday, July 14, 2020

WhatsApp યુઝર્સ માટે મોટો ખતરો, ચેતવણી જારી કરાઈ

મોડિફાઈડ વર્ઝન વિશે ચેતવણી

પ્રતિકાત્મક તસવીર

વોટ્સએપ યુઝર્સ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. યુઝર્સને વોટ્સએપના બનાવટી વર્ઝન વિશે ચેતવણી આપવામાં આવી રહી છે. વોટ્સએપ સમાચારો અને અપડેટ્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfoએ વોટ્સએપના મોડિફાઇડ વર્ઝન વિશે ચેતવણી આપી છે. WABetaInfoએ તેની ટ્વિટમાં લખ્યું છે કે, વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનને સારી પ્રાયવેસી અને સુરક્ષા માટે વધુ સારો વિકલ્પ કહી શકાય નહીં. આ ટ્વિટમાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન આકર્ષક લાગશે, પરંતુ તે એટલું સારું નથી કે તેના માટે કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકાય.

WABetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું કે,

મેન-ઇન-ધ મિડલના એટેકનો ખેલ

હેકર્સ મોડિફાઇડ વોટ્સએપ દ્વારા યુઝર્સને સરળતાથી શિકાર બનાવી શકે છે. આ બનાવટી વોટ્સએપ ડેવલપર્સ મેન-ઇન-ધ-મિડલ (એમઆઇટીએમ) એટેકથી હેકર્સનો ડેટા ચોરી શકે છે. આ હુમલાની મદદથી હેકર્સ સોફ્ટવેરને એડિટ કરીને ચેટિંગમાં પ્રવેશ કરી શકે છે અને સંદેશા વાંચી શકે છે અને એડિટ પણ કરી શકે છે.

એકાઉન્ટ પર લાગી શકે પ્રતિબંધ

જારી કરવામાં આવેલી ઘણી ચેતવણીઓમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનની ચકાસણી કરી નથી. જો કોઈ યુઝર તેનો ઉપયોગ કરે છે, તો તેના વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકાય છે. ઘણી વખત કેટલીક વધુ સુવિધાઓના કારણે વપરાશકર્તાઓ અસલને બદલે ફેક વર્ઝનનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરે છે. આ સિક્યોરિટી અને પ્રાઈવિસી માટે યોગ્ય નથી.

સૌથી પહેલા બીટા વર્ઝનમાં મળશે નવા ફીચર્સ

તમે એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી વોટ્સએપનું ઓફિશિયલ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. જો તમે પહેલા અન્ય યુઝર્સ કરતા વોટ્સએપનું કોઈ ફીચર વાપરવા માંગતા હો, તો તેના માટે તમારે વોટ્સએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરવો પડશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Ot9t2l

No comments:

Post a Comment

Pages