રશિયાનો દાવો ઓગસ્ટમાં કોરોના રસી!
રશિયાની જે યુનિવર્સિટીમાં સૌથી પહેલા કોરોના રસી બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો તે ઓગસ્ટ સુધીમાં આ રસી દર્દીઓને ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. નાના સ્તરે કરવામાં આવેલ આ રસીના હ્યુમન ટ્રાયલમાં સફળાતા મળી હતી અને તે માણસો પર સેફ જણાઈ હતી. રશિયામાં મોસ્કોમાં આવેલ સેચેનોવ યુનિવર્સિટીના 38 વોલન્ટીયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરવામાં આવી હતી. સાથે સાથે જ રશિયાની સેનાએ પણ આ બે મહિનામાં રસી ની ટ્રાયલ કરી છે. ગમલેઈ નેશનલ રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવેલ બે મહિનાના ટ્રાયલ અંગે સરકારી ન્યુઝ એજન્સી TASSએ જણાવ્યું કે અમને આશા છે કે વેક્સીન 12થી 14 ઓગસ્ટ વચ્ચે સિવિલ સર્ક્યુલેશનમાં આવી જશે. ગમલેઈ સેન્ટરના હેડ એલેક્ઝેંડર મુજબ પ્રાઈવેટ કંપનીઓ સપ્ટેમ્બરમાં મોટાપાયે વેક્સીનનું પ્રોડક્શન શરું કરી દેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સેફ છે વેક્સીન, ફેઝ 3 ટ્રાયલ જેવો હશે ઉપયોગ
ગમલેઈ સેન્ટર હેડના જણાવ્યા મુજબ વેક્સીન હ્યુમન ટ્રાયલમાં પૂરી રીતે સેફ છે. ઓગસ્ટમાં જ્યારે દર્દીઓને વેક્સીન દેવામાં આવશે તો તે રસીના ફેઝ 3 ટ્રાયલ જેવી હશે. કેમ કે જેમને પણ ડોઝ આપવામાં આવશે તેમનું મોનિટરિંગ કરવામાં આવશે. સામાન્યરીતે ફેઝ 1 અને ફેઝ 2માં કોઈપણ દવા કે રસી કેટલી સેફ રહેશે તેની ચકાસણી થાય છે. જેથી ફેઝ 3માં મોટા ગ્રુપ પર ટ્રાયલ કરી શકાય.
18 હેલ્ધી વોલન્ટીયર્સને મળી રજા
ઇન્સ્ટીટ્યુટે 18 જૂનથી ટ્રાયલ શરુ કરી હતી. નવ વોલન્ટીયર્સને એક ડોઝ આપવામાં આવ્યો અને બીજા 9 વોલન્ટીયર્સના એક ગ્રુપને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો. કોઈપણ વોલન્ટીયર્સ પર એકપણ જાતની સાઇડ ઇફેક્ટ જોવા નહોતી મળી. તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
હવે 28 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે
સેચેનોવ યુનિવર્સિટીમાં વોલન્ટીયર્સના બે ગ્રુપ બેંને ગ્રુપને આગામી બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેને 23 જૂને ડોઝ આપવામાં આવ્યો હતો. તેઓ બધા જ 28 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. જેથી બીજા કોઈને ઇન્ફેક્શન ન થાય. 18થી 65 વર્ષના આ વોલન્ટીયર્સનું 6 મહિના સુધી મોનિટરિંગ કરવામાં આવશે.
બધાથી આગળ નીકળવાનો રશિયાનો પ્રયાસ
રશિયા પોતાના સામાન્ય નાગરિકોને આ રસી જલ્દી દેવાની ઉતાવળ એટલા માટે પણ કરી રહ્યું છે કે તે કોરોના વેક્સીન ટેસ્ટિંગની રેસમાં બધાથી આગળ નીકળવા માગે છે. અમેરિકા, બ્રાઝીલ અને ભારત સૌથી વધુ કોરોના કેસ રશિયામાં જ છે. રશિયા પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે કે 50થી વધુ અલગ અલગ વેક્સીન પર કામ કરી રહ્યું છે. તેમના વૈજ્ઞાનિકોએ જાહેરમાં કહ્યું પણ છે કે વેક્સીન ડેવલોપ કરવી એક રાષ્ટ્રીય સમ્માનની વાત છે.
ફેઝ 3 ટેસ્ટિંગ વગર વેક્સીનને મજૂરી નહીં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો પ્રોટોકોલ કહે છે કે વેક્સીનનું મોટાપાયે ઉત્પાદન કરતા પહેલા તેના પર 3 તબક્કામાં રિસર્ચ થવું જોઈએ. આજ સુધી ફેઝ 3 ટેસ્ટિંગ પૂર્ણ કર્યા વગર કોઈ વેક્સીનને મંજૂરી મળી નથી. તેવામાં રશિયા સામાન્ય નાગરિકોને રસી આપીને જલ્દીથી ફેઝ 3 પૂર્ણ કરવા માગે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2WjbVwP
No comments:
Post a Comment