ટીવી કપલ મણિની ડે અને મિહિર મિશ્રાનું લગ્નજીવન ઠીક ન ચાલી રહ્યુ હોવાનું સામે આવ્યું છે. કપલે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા અને છેલ્લા 6 મહિનાથી તેઓ એકબીજાથી અલગ રહે છે. મણિની હાલ પહેલા લગ્નથી થયેલી દીકરી સાથે મુંબઈમાં રહે છે જ્યારે મિહિર પોતાના માતા-પિતા સાથે પૂણેમાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં મણિનીએ કહ્યું કે, ‘અન્ય સંબંધોની જેમ લગ્નજીવનમાં પણ ઉતાર-ચડાવ આવે છે. હા તે વાત સાચી છે કે હું અને મિહિર છેલ્લા 6 મહિનાથી અલગ રહીએ છીએ. અમારું અલગ થવાનું કારણ ખૂબ જ અંગત છે જેને હું જાહેર કરવા માગતી નથી. હું અમારા સંબંધોની પવિત્રતાને માન આપું છું. અમે બંનેએ બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ પરિણામ અમારા હાથમાં નથી’.
તેણે વધુમાં કહ્યું કે, ’16 વર્ષ સુધી અમારું લગ્નજીવન ચાલ્યું. તેનો સીધો અર્થ એ છે કે, અમે એકબીજાને ખૂબ પ્રેમ આપ્યો હતો. એકબીજાની ખૂબ કાળજી લીધી હતી. જો કે, સંબંધો અને લોકો સમય સાથે વિકસિત થાય છે. અમારા કેસમાં અમે અલગ-અલગ ગતિએ વિકસિત થયા છીએ અને અમારા માર્ગ અલગ થયા છે. જીવન પ્રત્યે જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ છે. સૌથી દુઃખદ વાત એ છે કે, લોકોને લાગતુ હતું કે અમારી વચ્ચે પરીકથા જેવો રોમાન્સ થતો હતો. પરંતુ અમારા બંને વચ્ચેની સૌથી સારી બાબત એ હતી કે, અમે પહેલા ફ્રેન્ડ્સ અને પછી જીવનસાથી હતા. મને આશા છે કે અમારી વચ્ચે ફ્રેન્ડશીપ યથાવત્ રહેશે. એમ કહી શકાય કે, સુખ દરેક વ્યક્તિ માટે જરૂરી છે અને તેની સાથે કોઈ પણ કિંમતે સમાધાન ન કરવું જોઈએ’.
મણિનીએ કહ્યું કે, જીવનમાં આવેલા સંકટે તેને મજબૂત બનાવી છે. ‘હું મિહિરને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેની સાથેના 16 વર્ષ અદ્દભુત રહ્યા. હું મીડિયાને વિનંતી કરીશ કે અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરો અને અમને શાંતિથી રહેવા દો’.
શું તમે ડિવોર્સ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ સવાલનો જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું, ‘હું નથી જાણતી અને આ સમયે હું કંઈ કહી શકું નહીં. અમે આ વિશે વાતચીત કરી નથી’. જ્યારે મિહિરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તે આ બાબતે બાદમાં વાત કરશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZYi2b9
No comments:
Post a Comment