12-12 દિવસ સુધી કોરોના સામે ઝઝૂમીને હરાવ્યો. પછી 56 વર્ષના સરલાબેન મોદી ઘરે પરત ફર્યા. જોકે ઘરે આવીને તેમના મનને ક્યાંય ચેન પડતું નહોતું. સિવિલ હોસ્પિટલમાં જ હેડ નર્સ તરીકે ફરજ બજાવતા સરલાબેનને તો જલ્દીથી પરત હોસ્પિટલમાં જવું હતું. તેમને સતત એવું થયા કરતું કે હોસ્પિટલમાં મારી જરુર હશે તો….અને જેવો ક્વોરન્ટીન સમયગાળો પૂરો થયો કે તરત જ પહેલા જેવા જ જોમ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થઈ ગયા. સિવિલમાં કોરોના વોર્ડમાં ડ્યુટી કરતા કરતા જ તેઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા. આજે કોરોનાથી મુક્તિ મળ્યા પછી હવે તેઓ પ્લાઝ્મા ડોનર બનાવા માગે છે. પોતાનો કોરોના અનુભવ જણાવતા તેમણે કહ્યું કે શ્વાસ લેવા માટે તરફડી રહી હોઉં તેવું લાગતું હતું…. આવો વધુ તેમના જ શબ્દોમાં સાંભળીએ….
from Page Array – I Am Gujarat https://ift.tt/3ivK462
No comments:
Post a Comment