વોશિંગટન: કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર જાહેરમાં ફેસ માસ્ક પહેર્યું છે. મહત્વનું છે કે ટ્રમ્પે થોડા મહિના અગાઉ જાહેરમાં માસ્ક પહેરવાનો ઈનકાર કર્યો હતો. શનિવારે ટ્રમ્પે એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે માસ્ક પહેર્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘાયલ સૈનિકોના ખબરઅંતર પૂછવા વોલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે માસ્ક પહેર્યું હતું જેના પર રાષ્ટ્રપ્રમુખનું સીલ હતું. ટ્રમ્પને જ્યારે મીડિયાએ આ વિશે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું, “મને લાગે છે કે જ્યારે તમે હોસ્પિટલમાં હોવ અને ખાસ કરીને એ સમયે જ્યારે તમે ઘણા સૈનિકો સાથે વાત કરતા હો તો મને લાગે છે માસ્ક પહેરવું સારી બાબત છે.” વોલ્ટર રીડ જતાં પહેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પે મીડિયાને આ વાત કહી હતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, “હું ક્યારેય માસ્કનો વિરોધી નહોતો પરંતુ મને લાગે છે કે માસ્ક પહેરવાનો ચોક્કસ સમય અને જગ્યા હોય છે.” આ પહેલા કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ અપડેટ, રેલી, મીડિયા બ્રીફિંગ કે અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ક્યારેય માસ્ક પહેર્યું નહોતું. વ્હાઈટ હાઉસનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છતાં તેમણે માસ્ક પહેરવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકા દુનિયામાં કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ ક્રમે છે. અહીં છેલ્લા ઘણા દિવસથી રોજના 60,000થી વધુ નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી લગભગ 1,35,000 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.
Covid-19: દુનિયામાં નવા નોંધાતા કોરોના કેસમાં ભારતની ટકાવારી 12%
from Page Array – I Am Gujarat https://ift.tt/2W9Q6zP
No comments:
Post a Comment