Sunday, July 12, 2020

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

તેલંગાણાઃ કોરોના વાયરસથી પીડાતા વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને નિઝામુદ્દીન સરકારી હોસ્પિટલથી શુક્રવારે રિક્ષામાં કબ્રસ્તાન સુધી લઈ જવાયો. આ દરમિયાન હોસ્પિટલની કોઈ વ્યક્તિ સાથે નહોતી કે જે અન્ય વ્યક્તિને ચેપ ના લાગે તેની કાળજી રાખી શકે.

50 વર્ષના વ્યક્તિનું કોરોના વાયરસથી મોત થયા બાદ તેમનો મૃતદેહ તેમના સગાને એમ્બ્યુલન્સ વગર જ આપી દેવામાં આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ બનાવ અંગે નિઝામુદ્દીન સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નાગેશ રાવ જણાવે છે કે, મૃતકના સગા હોસ્પિટલમાં જ નોકરી કરે છે, અને તેમની વિનંતી બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ડૉક્ટર રાવે જણાવ્યું કે, મૃતકના સગા એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે રિક્ષામાં મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા અને આ દરમિયાન તેમની સાથે એક વ્યક્તિ ગઈ હતી જે પોતે પણ હોસ્પિટલમાં જ નોકરી કરે છે.

ન્યૂઝ એજન્સી સાથે ડૉક્ટર રાવે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “50 વર્ષના દર્દી 27 જૂનના રોજ દાખલ કરવામાં આવ્યા હતા, અને તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ કોરોના સાથે અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા અને સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત થઈ ગયું હતું.”

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા 

ડૉક્ટરે વધુમાં એમ પણ જણાવ્યું કે, “તેમના સગા કે જેઓ અમારી હોસ્પિટલમાં જ નોકરી કરે છે અને તેમની વિનંતી બાદ તેમને ગઈકાલે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. તેમણે એમ્બ્યુલન્સની રાહ ના જોઈ અને એક વ્યક્તિની મદદ સાથે રિક્ષામાં જ મૃતદેહ લઈને હોસ્પિટલથી રવાના થઈ ગયા હતા.”



from Page Array – I Am Gujarat https://ift.tt/3fgwEZH

No comments:

Post a Comment

Pages