Latest

Sunday, July 12, 2020

અમરેલી: કોવિડ હોસ્પિટલ સહિતની માંગણીઓ સાથે પરેશ ધાનાણીના પ્રતિક ઉપવાસ

અમરેલી: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુ વકરતી જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં અમરેલી સહિત સાવરકુંડલા અને રાજુલામાં 500 બેડની આઈસોલેટેડ, વેન્ટિલેટર સાથેની કોવિડ હોસ્પિટલ, ટેસ્ટિંગ મટે RT-PCR તથા અન્ય સાધનો સહિત આધુનિક લેબ ઉભી કરવાની માંગણીઓ સાથે અમરેલીના સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતિક ઉપવાસ પર આંદોલન કરી રહ્યા છે. પરેશ ધાનાણી જ્યાં ધરણાં પર બેઠા છે, તેમની પાછળ એક બેનર લગાવેલું છે જેમાં લખ્યું છે કે, અમરેલી જિલ્લા સાથે ઓરમાયું વર્તન શું કામ?

વિવિધ માંગણીઓ સાથે પ્રતીક ઉપવાસ
– અમરેલી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે RT-PCR તથા અન્ય સાધનો સહિત આધુનિક લેબ ઉભી કરવામાં આવે.
– અમરેલીમાં કોરોના દર્દીની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોરોના ચકાસણીનો દર વધારવામાં આવે.
– અમરેલી, સાવરકુંડલા અને રાજુલા ખાતે વધારાની 500 બેડ સાથેની આઈસોલેટેડ, વેન્ટિલેટરની સુવિધા સાથે કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવે.



from Page Array – I Am Gujarat https://ift.tt/32av5sn

No comments:

Post a Comment

Pages