પોતે ફક્ત 4 ધોરણ પાસ પણ..
ભારતમાં એક પરિવાર એવો પણ છે જેના ઘરમાં IAS- IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારી છે. મૂળરુપે આ પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાના ડૂમરખાં કલાં ગામનો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની સફળતા પાછળ પરિવારના મોભી 99 વર્ષના ચોધરી બસંત સિંહ શ્યોકંદને જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૌધરી બસંત સિંહ શ્યોંકદ તેમને ભણતરની શક્તિ પર ભરપૂર વિશ્વાસ હતો. જ્યારે તેઓ પરિસ્થિને આધિન પોતે ફક્ત ધોરણ 4 સુધી જ ભણી શક્યા છે. ગત મે મહિનામાં જ તેમણે 99 વર્ષની ઉંમરે દુનિયા છોડી છે. પરંતુ પરિવારના આ ઉંચાઈ પર પહોંચાડવા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
દીકરો-વહુ અને પૌત્ર-પૌત્રીઓ તમામ ઉચ્ચ સરકારી અધિકારી
એકલા બસંત સિંહના પરિવારમાંથી દેશને 2 IAS, 1 IPS અને 11 ક્લાસ વન ઓફિસર મળ્યા છે. કહેવાય છે કે પોતે ઓછું ભણેલા હતા પરંતુ તેમની મિત્રતા હંમેશા મોટા અધિકારીઓ સાથે રહી છે. તેમને જોઈન પ્રભાવિત બસંત સિંહે પોતાના છોકરાઓને પણ આ જ રીતે અધિકારી બનવા માટે પ્રેરિત કર્યા. બસંત સિંહના દીકરા-વહુ, દીકરી અને પૌત્રી બધા જ ક્લાસ વન અધિકારી છે. તેમના ચારેય દીકરા ક્લાસ વન અધિકારી છે. જ્યારે પૌત્ર અને તેની પત્ની IAS અધિકારી છે. તો તેમની એક પૌત્રી IPS અધિકારી છે જ્યારે એક IRS અધિકારી છે.
એક જ પરિવારના 11 સભ્યો ક્લાસ વન અધિકારી
એક મીડિયા અહેવાલ મુજબ બસંત સિંહના દીકાર રામકુમાર શ્યોકંદ કોલેજના રિટાયર્ડ પ્રોફેસર છે તો તેમનો દીકરો યશેન્દ્ર IAS છે જ્યારે દીકરી સ્મિતિ ચૌધરી અંબાલામાં રેલવે SP તરીકે તહેનાત છે. જ્યારે સ્મિતિના પતિ BSFમાં આઈજી છે. બસંત સિંહના બીજા દીકરા કોન્ફેડમાં GM હતા જ્યારે તેમની પત્ની ડે. ડીઈઓ રહ્યા હતા. આ રીતે આ લિસ્ટ ખૂબ જ લાંબુ છે. વહુ-દીકરા, પૌત્ર-પૌત્રીઓ દરેક વ્યક્તિ કોઈને કોઈ સરકારી ઉચ્ચ પદ પર કામ કરે છે. બસંત સિંહ માટે આનાથી વધુ ગર્વની વાત કઈ હોઈ શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2C5uyNM
No comments:
Post a Comment