નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ગઈ કાલે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી વખતે થયેલી હિંસાને કારણે આંદોલનકારી ખેડૂતોની એકતામાં ભંગાણ પડ્યું છે. ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી (AIKSCC) અને ભારતીય કિસાન યૂનિયન (ભાનુ) સંગઠનો વિરોધ-દેખાવોમાંથી હટી ગયા છે. આ બે યૂનિયને ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના વડા રાકેશ ટિકૈતને સવાલ કર્યો છે અને કહ્યું છે કે અમે MSP મામલે વિરોધ કરવા માટે આંદોલનમાં જોડાયા હતા, ગુંડાગીરી કરવા માટે નહીં.
આ જાહેરાત AIKSCCના કન્વીનર વી.એમ. સિંહે કરી હતી. એમણે પત્રકારો સાથની વાતચીતમાં કહ્યું કે જેમની દિશા અલગ હોય એવા લોકો સાથે હું વિરોધમાં આગળ વધી શકું એમ નથી. મારી એમને શુભેચ્છા છે, પરંતુ વી.એમ. સિંહ અને રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંગઠન આ આંદોલનમાંથી હટી જાય છે. ગઈ કાલે દિલ્હીમાં હિંસા થઈ એનાથી અમને બહુ જ દુઃખ થયું છે.
from chitralekha https://ift.tt/3pogXEU
via
No comments:
Post a Comment