દરેક ખેલાડીનું સપનું હોય છે વર્લ્ડકપ રમવાનું
વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું દરેક ખેલાડીનું સપનું હોય છે. જોકે, દરેક ખેલાડીના નસીબમાં આ પ્રસંગ લખાયેલો હોતો નથી. બહુ ઓછા નસીબદાર પ્લેયર્સ હોય છે જેમને આ ગર્વ પ્રાપ્ત થતું હોય. વાત જ્યારે ક્રિકેટ વર્લ્ડકપની આવે ત્યારે એવા ઘણા પ્લેયર્સના ચહેરા અને નામ યાદ આવે જેમનું કરિયર શાનદાર રહ્યું હોય પણ તેઓ વર્લ્ડકપમાં દેશ તરફથી ન રમી શક્યા હોય. આવામાં કેટલાક પ્લેયર્સ એવા પણ છે જે એક નહીં બે-બે દેશો માટે વર્લ્ડકપ રમી ચૂક્યા છે. વર્લ્ડકપ 2019ને શરૂ થવામાં એક સપ્તાહ જેટલો જ સમય બચ્યો છે ત્યારે નજર કરીએ એવા ક્રિકેટર્સ પર જેઓ બે દેશો તરફથી વર્લ્ડકપ રમી ચૂક્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈયોન મોર્ગન
ઈંગ્લન્ડની વર્તમાન ટીમનો કેપ્ટન ઈયોન મોર્ગન બે દેશો માટે વર્લ્ડકપ રમનારો સૌથી ચર્ચિત ખેલાડી છે. ડાબોડી બેટ્સમેન મોર્ગને 2006માં આયર્લેન્ડ તરફથી રમતા પોતાનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું. 2007માં તે આયરિશ ખેલાડી તરીકે ટીમમાં શામેલ થયો. 2009માં તેણે ઈંગ્લેન્ડની ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું. ઈંગ્લિશ ટીમમાં આવ્યા બાદ મોર્ગનના આંકડા ઘણા સારા થઈ ગયા. 222 વન-ડે રમી ચૂકેલો મોર્ગન ઈંગ્લેન્ડ તરફથી 2011 અને 2015ના વર્લ્ડકપમાં રમી ચૂક્યો છે. 2019માં મોર્ગન પોતાનો ચોથો અને સંભવત: છેલ્લો વર્લ્ડકપ રમશે.
કેપલર વેસલ્સ
કેપલર વેસલ્સ પહેલો એવો ક્રિકેટર હતો, જેણે બે દેશો માટે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હોય. વેસલ્સ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા બંને માટે રમતો હતો. 1982માં તેણે ઑસ્ટ્રેલિયા તરફથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ દ્વારા પદાર્પણ કર્યું હતું. બીજા જ વર્ષે તેને ઑસ્ટ્રેલિયન જર્સીમાં પોતાની પ્રથમ વન-ડે મેચ રમી અને 1983નો વર્લ્ડકપ પણ રમ્યો. બાદમાં 1992માં વેસલ્સ સાઉથ આફ્રિકા માટે વર્લ્ડકપ રમ્યો અને ટીમનો કેપ્ટન પણ બન્યો.
એન્ડરસન કમિન્સ
ઑલરાઉન્ડર ખેલાડી એન્ડરસન કમિન્સ પણ બે દેશો માટે વર્લ્ડકપ રમી ચૂક્યો છે. તે 1992માં વેસ્ટઈન્ડિઝની ટીમનો ભાગ હતો. આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન નોંધનીય રહ્યું હતું અને તેણે 12 વિકેટો પણ ઝડપી હતી. બાદમાં 15 વર્ષ પછી 2007માં તે મેદાન પર પરત ફર્યો કેનાડાની ટીમની જર્સી સાથે. આ સમયે તેની ઉંમર 41 વર્ષની હતી.
એડ જોયસ
સ્ટાઈલિશ ડાબોડી બેટ્સમેન એડ જોયસ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ માટે વર્લ્ડકપ રમી ચૂક્યો છે. જોયસ 2007માં ઈંગ્લેન્ડની ટીમનો હિસ્સો હતો. બાદમાં તે 2011ના વર્લ્ડકપમાં આયરિશ ટીમ માટે રમ્યો. જોયસે 78 મેચના કરિયરમાં 6 સેન્ચુરી સાથે 2622 રન બનાવ્યા છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30w7L5n
No comments:
Post a Comment