Latest

Wednesday, May 22, 2019

વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમ સર્જી શકે છે મોટો અપસેટઃ કોહલી

શું કહેવું છે વિરાટ કોહલીનું?

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપનું ફોર્મેટ પડકારભર્યું છે અને કોઈપણ નાની ટીમ કોઈપણ મોટી ટીમને હરાવી શકે છે. વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે,’આ વખતનું વર્લ્ડ કપનું ફોર્મેટ પડકારભર્યું છે. કોઈપણ ટીમ અપસેટ સર્જી શકે છે.’ નોંધનીય છે કે વર્લ્ડ કપની શરુઆત ઈંગ્લેન્ડના એન્ડ વેલ્સમાં 30મેથી થશે. આ મહાકુંભ 14 જુલાઈ સુધી ચાલશે.

આઈપીએલથી થઈ સારી તૈયારીઃ વિરાટ

 

આ દરમિયાન તેણે કહ્યું કે,’વર્લ્ડ કપમાં કન્ડિશન્સથી વધારે દબાણનો સામનો કરવાની જરુર છે. અમારા માટે સારી વાત એ છે કે દરેક બોલર ફ્રેશ છે. તેમનામાં કોઈપણ પ્રકારનો થાક જોવા મળતો નથી. આઈપીએલથી તૈયારી કરવાની એક સારી તક મળી છે. અમારા ખેલાડીઓએ આ ફોર્મેટથી જ 50 ઓવરના મુકાબલા માટે સારી તૈયારી કરી છે. વ્યક્તિગત રીતે મારે પણ પડકારનો સામનો કરવાનો છે.’

ટીમ પર કોઈ દબાણ નહીંઃ શાસ્ત્રી

 

કોઈ એક ટીમ પર ફોકસ કરવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે,’જુઓ, જો વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનો હોય તો ક્ષમતાઓના મુકાબલે રમવું પડશે. કોઈ એક ટીમ પર ધ્યાન ન આપી શકીએ.’ આ દરમિયાન કોચ રવિ શાસ્ત્રીએ કોઈપણ રીતનું દબાણ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે,’જો અમારી ક્ષમતા મુજબ રમત રમવામાં આવે તો અમે વર્લ્ડ કપ લાવીશું. આ ખૂબ જ પ્રતિસ્પર્ધા ધરાવતી ટૂર્નામેન્ટ છે અને બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 2015ની અપેક્ષા અનુસાર ખૂબ જ મજબૂત છે.’

વર્લ્ડ કપ પહેલા બે પ્રેક્ટિસ મેચ

 

નોંધનીય છે કે વર્લ્ડ કપ પર રવાના થતાં પહેલા ટીમ માટે એક સારા ન્યૂઝ છે કે ઓલરાઉન્ડર કેદાર જાધવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે અને તે વર્લ્ડ કપ માટે ફીટ છે. કેદાર આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિરાટના નેતૃત્વમાં 15 ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ રવાના થઈ રહી છે. પાંચ જૂનથી સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપમાં પોતાના મિશનની શરુઆત કરશે. આ પહેલા ન્યૂઝીલેન્ડ (25 મે) અને બાંગ્લાદેશ (28 મે) સામે બે પ્રેક્ટિસ મેચ રમશે.

વર્લ્ડ કપ 2019 ( ટીમ ઈન્ડિયા)

 

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, વિજય શંકર, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VC75HW

No comments:

Post a Comment

Pages