વર્લ્ડકપ પહેલા કોચ શાસ્ત્રીએ લીધા બાબાના આશિર્વાદ
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા મંગળવારે વર્લ્ડકપ માટે રવાના થવાની છે. ઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયા પોતાના મિશન વર્લ્ડકપ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરશે. આનાથી થોડા કલાક પહેલા જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરે આજે શિરડી પહોંચીને સાંઈબાબા પાસેથી વર્લ્ડ કપ મિશન માટે આશીર્વાદ લીધા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે પણ કર્યા દર્શન
A big shout of thanks to @SinghaniaGautam for helping us seek the blessings of Shirdi Saibaba prior to our departure for the @cricketworldcup 2019. Baba's blessings to all pic.twitter.com/GaQP9RYwEu
— R SRIDHAR (@coach_rsridhar) May 21, 2019
ટીમના ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મંદિર દર્શન અને પોતાના વિમાનની તસવીર પોસ્ટ કરી આ જાણકારી શેર કરી. કોચ શાસ્ત્રી અને શ્રીધર શિરડી માટે ગૌતમ સિંહાનિયાના પ્રાઈવેટ વિમાનથી અહીં પહોંચ્યા હતા. આના માટે શ્રીધરે ગૌતમ સિંહાનિયાને ધન્યવાદ પણ કહ્યું.
કેદાર જાધવ ફિટ થતા કોહલીને હાશકારો
વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા ટીમ માટે સારા ન્યૂઝ એ છે કે, ઑલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે ટીમ સાથે મિશનમાં જોડાવા માટે પૂરી રીતે ફિટ છે. કેદાર IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ 15 ખેલાડીઓની ટીમ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ રહી છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30D1qF2
No comments:
Post a Comment