Latest

Monday, May 27, 2019

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને શું છે વિરાટના ઈરાદા? જણાવી રણનીતિ

ક્રિકેટ ફેન્સમાં વર્લ્ડ કપ માટે ઉત્સાહ

ક્રિકેટ વર્લ્ડ કપનું ઝનૂન લોકોના માથે ચડ્યું છે. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ શરૂ થવાની કાગડોળે રાહ જોઈને બેઠા છે. 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપમાં રોમાંચક મેચો માટે દર્શકો ઉત્સાહિત છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાને આ વખતે વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે ટીમ ઈન્ડિયા માટે જીત સરળ નહીં હોય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

16 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ટીમ ઈન્ડિયા પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે. જ્યારે 16 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો વર્લ્ડ ક્રિકેટના ફેન્સ સહિત દરેકની નજર ભારત-પાકિસ્તાનની મેચ પર રહે છે. બંને ટીમ વચ્ચેની મેચ હંમેશા હાઈવોલ્ટેજ પર હોય છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે કહ્યું…

ICCના એક ઈન્ટરવ્યૂમાં ભારત અને પાકિસ્તાનની ટીમના કેપ્ટનને મેચ અંગે સવાલ કરવામાં આવ્યો તો બંનેએ પોતાની રણનીતિ રજૂ કરી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, “અમારા માટે આ મહત્વની મેચ છે. જેને અમે દરેક હાલતમાં જીતવા માગીએ છીએ. પ્રેશર ચોક્કસ હોય છે કારણકે સ્ટેડિયમનો માહોલ જ અલગ હોય છે. પ્રતિસ્પર્ધા મેચ શરૂ થતાં પહેલા અનુભવાય છે. મેચ શરૂ થયા બાદ તો બધાના માટે માત્ર એક મેચ જ હોય છે.”

‘ભારત-પાકિસ્તાનની મેચની લોકો રાહ જુએ છે’

પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની લોકો હંમેશા રાહ જોતા હોય છે. જો ખેલાડીઓની વાત કરીએ કો પ્રશંસક જે રીતે જુએ છે તેનાથી બિલકુલ અલગ હોય છે. જ્યારે તમે સ્ટેડિયમમાં પ્રવેશો છો ત્યારે રોમાંચ અનુભવો છો પરંતુ મેદાનમાં પગ મૂકતાં જ મેચ પ્રોફેશનલ થઈ જાય છે.”



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2WoCl1q

No comments:

Post a Comment

Pages