Latest

Monday, May 27, 2019

વર્લ્ડકપ શરુ થતા પહેલાં જ ઈન્ડિયાને ફટકો, વિજય શંકર ઈજાગ્રસ્ત

મેદાન છોડીને ચાલ્યો ગયો

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટના મેચ શરુ થાય એ પહેલા જ ભારતીય ટીમને એક ફટકો લાગ્યો છે. વિશ્વકપ રમવા માટે ઈગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયા શનિવારે પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાનો છે. પણ આ મેચના એક દિવસ પહેલા વિજય શંકર ઈજાગ્રસ્ત થતા વિરાટની ચિંતામાં એકાએક વધારો થયો છે. મીડિયા રીપોર્ટ અનુસાર વિજય શંકર શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે તરત મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બોલ વાગતા ઈજાગ્રસ્ત

શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતા બોલ વિજયના હાથ પર લાગ્યો હતો. જોકે, આ અંગે બીસીસીઆઈએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. સત્તાવાર નિવેદન પણ આપ્યું નથી. ભારતીય ટીમ આશા રાખી રહી છે કે, વિજય શંકર ફીટ હોય. વિજય શંકરને 4 ક્રમે અંબાતી રાયડુંના સ્થાને જગ્યા મળી હતી. 4નંબરનો ક્રમ યથાવત રહે એવી શક્યતા છે.

શુક્રવારથી પ્રેક્ટિસ શરુ

ટીમ ઈન્ડિયાએ શુક્રવારથી પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી. આ ઉપરાંત સામે ટીમ ઈગ્લેન્ડે પણ પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. જોકે, ઈગ્લેન્ડ માટે પણ માઠા સમાચાર એ છે કે, તેના કેપ્ટન ઈયાન મોર્ગન પણ ઈજાગ્રસ્ત થયો છે. તેના હાથની પહેલી આંગળીમાં ઈજા થઈ હતી. ઈગ્લેન્ડ બોર્ડે શુક્રવારે આ વાત જાહેર કરી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ઈગ્લેન્ડની પહેલી પ્રેક્ટિસ મેચ છે. જ્યારે કેપ્ટન મોર્ગન કેચ પકડવા જઈ રહ્યો હતો ત્યારે તેને આ ઈજા થઈ હતી.

શું કહ્યું ઈગ્લેન્ડ બોર્ડે

ઈગ્લેન્ડ બોર્ડે કહ્યું હતું કે, કેપ્ટન મોર્ગનના એક હાથની પહેલી આંગળી ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એક્સ રે કરાવવામાં આવ્યો હતો. તા. 30થી ઈગ્લેન્ડમાં વર્લ્ડકપ મેચ શરુ થઈ રહી છે. પ્રથમ મેચ ઈગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે રમાશે. રીપોર્ટ અનુસાર આ ઈજા એટલી ગંભીર નથી. ઈગ્લેન્ડ તરફથી બટલર પણ વાઈસ કેપ્ટન છે.

 



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2W6iipo

No comments:

Post a Comment

Pages