Hyundai Creta Vs Venue
નવી દિલ્હીઃ હ્યુડાઈએ તાજેતરમાં પોતાની પ્રથમ સબ કોમ્પેક્ટ SUV Venue કાર લૉન્ચ કરી હતી. ઓછા ભાવ, પાવરફૂલ એન્જિન અને શાનદાર ફીચર્સ સાથે આ કાર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ એસયુવી મારુતી બ્રેઝા, ટાટા નેક્સોન, એસયુવી300 અને ફોર્ડ ઈકોસ્પોર્ટ જેવી કારને ટક્કર આપશે. જોકે, હ્યુડાઈ વેન્યુની કેટલીક ખૂબીઓ ક્રેટા પર ભારી પડી શકે એમ છે. માર્કેટમાં આવ્યા બાદ કાર ખરીદનારાઓ આ બંને કારની તુલના કરી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પાવરફૂલ એન્જિન
વેન્યુ અને ક્રેટા બંનેમાં પાવરફૂલ એન્જિન આપવામાં આવ્યા છે. ક્રેટામાં બે ડીઝલ અને એક પેટ્રોલ એન્જિન છે. જ્યારે વેન્યુ મોડલમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન છે. ઓટો ક્ષેત્રે કોઈ પણ જાણીતી અને ટ્રેન્ડી કારની કિંમત અને માઈલેજ સૌથી મહત્ત્વના માનવામાં આવે છે. એવામાં ક્રેટા હ્યુડાઈની કાર ક્રેટ કરતા આગળ છે. વેન્યુની માઈલેજ ક્રેટા કરતા વધારે છે અને કિંમત ઓછી છે.
પેટ્રોલ એન્જિન
વેન્યુમાં 83hp પાવરવાળું 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સથી સજ્જ છે. 120hp પાવર ધરાવતું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુલ ક્લચ ઓટોમેટિક ગેરબોક્સ ઓપ્શન આપવામાં આવ્યું છે. જ્યારે ક્રેટામાં 123 hp પાવર ધરાવતુ 1.6 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશન ઓપ્શન આપવામાં આવ્યા છે.
ડીઝલ એન્જિન
હ્યુડાઈની કાર વેન્યુંમાં 1.4 લિટર ડિઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 90hp પાવર જનરેટ કરે છે. જેમાં 6 ની સ્પીડમાં મેન્યુઅલ ગેરબોક્સ આપવામાં આવ્યું છે. ક્રેટામાં 90hp પાવર ધરાવતું 1.4 લિટર ડિઝલ એન્જિન છે જે 6 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સલેસ છે. 128hp પાવર ધરાવતી આ કાર 1.6 લિટર ડીઝલ એન્જિન ધરાવે છે. આ ઉપરાંત એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશનનો ઓપ્શન મળી રહેશે.
માઈલેજ
વેન્યુમાં 1.2 લિટરવાળા પેટ્રોલ એન્જિનની માઈલેજ 17.52 કિમી/લિટર છે. 1.0 લિટરવાળા ટર્બો પેટ્રોલ એન્જિનની માઈલેજ મેન્યુઅલ ટ્રાંસમિશનમાં 18.27 કિમી અને ઓટોમેટિક ટ્રાંસમિશન 18.15 કિમી/લિટર છે. ક્રેટામાં પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાંસમિશન માઈલેજ 15.29 કિમી/લિટર છે.વેન્યુ ડીઝલ એન્જિનની માઈલેજ 23.7 કિમી/ લિટર છે ક્રેટા 1.6 લિટર વાળા ડીઝલ એન્જિનની માઈલેજ મેન્યુઅલ ટ્રાંસમિશન 19.67 કિમી/લિટર અને ઓટોમેટિક ટ્રાંસમિશન 17.01 કિમી પ્રતિ લિટર છે.
કિંમત
હ્યુડાઈ વેન્યુની કિંમત 6.50 લાખથી લઈને 11.10 લાખ રુપિયાની વચ્ચે છે. જ્યારે ક્રેટાની કિંમત 10 લાખ રુપિયાથી લઈને 15.65 લાખ રુપિયાની વચ્ચે છે. બંને એસયુવીમાં અલગ અલગે સેગમેન્ટ છે જ્યારે ક્રેચા 4 મીટરથી મોટી, જ્યારે વેન્યુ 4 મીટરથી નાની છે. નાની હોવાને કારણે ક્રેટાની તુલનામાં વેન્યુની કિંમત ઓછી હોવી એ સામાન્ય રીતે સમજી શકાય છે. બંને કાર ખૂબ ટ્રેન્ડી છે, સ્ટાઈલીશ છે અને કલર્સ ઓપ્શનમાં પણ બેસ્ટ છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2wnDnfK
No comments:
Post a Comment