Friday, June 19, 2020

કોરોના વાયરસઃ સંક્રમણથી બચવા આ 3 વસ્તુ લીધા વગર ઘર બહાર ન નીકળવું

કોરોના વાયરસનું સંકટ

કોરોના વાયરસની રસી હજુ શોધાઈ નથી, તેથી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટેનો બેસ્ટ ઉપાય છે સાવચેતી. ઘરની બહાર જઈ રહ્યા હો ત્યારે તો ખાસ. જો એક વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવે તો અન્ય ઘણા લોકોને પણ તેનો ચેપ લાગવાનો ખતરો રહે છે. દિવસેને દિવસે આપણે ત્યાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે અને ધીમે-ધીમે બધું ખુલી રહ્યું છે ત્યારે પોતાની જાતને સુરક્ષિત રાખવી વધારે મહત્વની બની જાય છે.
– સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, ત્રણ વસ્તુઓ એવી છે જેને તમે બહાર નીકળો ત્યારે ભૂલ્યા વગર સાથે રાખવી જોઈએ.

ફેસ માસ્ક

સંક્રમિત વ્યક્તિથી અથવા વાયરસથી દૂર રહેવા માટે ફેસ માસ્ક સૌથી બેસ્ટ રહેશે. જો માર્કેટમાંથી ખરીદેલા માસ્ક પહેરવાથી તમને તકલીફ થતી હોય તો તમે ફેબ્રિક માસ્ક પણ પહેરી શકો છો. જેને તમે વોશ પણ કરી શકો છો.

હેન્ડ સેનિટાઈઝર

સેનિટાઈઝર સાબુ અને પાણીનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે જે જગ્યાએ જવાના છો ત્યાં હાથ ધોવાની કે સેનિટાઈઝરની વ્યવસ્થા હશે તેમ જરૂરી નથી તેથી સેનિટાઈઝરની બોટલને તમારી સાથે રાખો. સીડીસીની સલાહ પ્રમાણે, એવું સેનિટાઈઝર વાપરવું જેમાં 60 ટકા આલ્કોહોલ હોય.
– જો કે, જરૂર વગર પણ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો નહીં.

ટિશ્યૂ પેપર

જ્યારે ઘર બહાર જઈ ત્યારે માસ્ક અને સેનિટાઈઝર તો સાથે રાખીએ છીએ પરંતુ આપણામાંથી કોઈ ટિશ્યૂ પેપર સાથે રાખતું નથી. ટિશ્યૂ પેપરનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકો છો. જેમ કે, જ્યારે તમે દરવાજો ખોલો અને તેનું હેન્ડલ ન અડવા માગતા હો તો ટિશ્યૂનો ઉપયોગ કરી શકો છો. જો તમે ચહેરાને અડક્યા વગર તેને સાફ કરવા માગતા હો ત્યારે ટિશ્યૂનો ઉપયોગ કરી શકો. તેથી બહાર જાઓ ત્યારે ટિશ્યૂ સાથે લેવાનું ભૂલતા નહીં.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/3edMi7K

No comments:

Post a Comment

Pages