પાર્થ સમથાનનો કો-સ્ટારનો થયો ટેસ્ટ
‘કસૌટી જિંદકી કી 2’ના લીડ એક્ટર પાર્થ સમથાનનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ શોના તમામ કલાકારો, કાસ્ટ અને ક્રૂનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, કરણ પટેલ (મિ.બજાજ), આમના શરીફ (કોમોલિકા) અને શુભાવી ચોક્સી (મોહિની બાસુ)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કરણ પટેલનો રિપોર્ટ નેગેટિવ
કરણ પટેલના પબ્લિસિસ્ટે એક્ટરના સ્વેબ ટેસ્ટ અંગે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘કરણ પટેલનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં તે નેગેટિવ હોવાનું સામે આવ્યું છે. તેણે તમામને સુરક્ષિત રહેતા અને સાવ ઓછા લક્ષણો દેખાય તો પણ ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. પરેશાન થવું તેના કરતાં સાવચેત રહેવું વધારે સારું’.
શુભાવી-આમનાનો રિપોર્ટ નેગેટિવ
રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, ઓન-સ્ક્રીન પાર્થની માતાનો રોલ પ્લે કરનાર શુભાવી ચોક્સી અને પત્નીનો રોલ પ્લે કરનાર આમના શરીફ પણ સુરક્ષિત છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
છેલ્લા 3 દિવસથી શૂટિંગ બંધ
હાલમાં જ નવા મિ. બજાજ તરીકે શોમાં એન્ટ્રી લેનાર કરણ પટેલ ટેસ્ટ કરાવ્યો હોવાથી છેલ્લા 3 દિવસથી સેટ પર જઈ રહ્યો નહોતો. અગાઉ એક્ટરે કહ્યું હતું કે, ‘હું આજે શૂટિંગ કરી રહ્યો નથી. પરંતુ હા મેં સ્વેબ ટેસ્ટ કરાવ્યો છે. મને કહેવામાં આવ્યું છે કે, શૂટિંગ હાલ પૂરતું રોકી દેવાયું છે અને યુનિટના તમામ સભ્યોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે’
from Page Array – I Am Gujarat https://ift.tt/2WhhZWI
No comments:
Post a Comment