Thursday, July 16, 2020

મણિનગરઃ આચાર્ય સ્વામીશ્રી મહારાજની અગ્નિસંસ્કાર વિધિ, સંતો-ભક્તોએ ઓનલાઈન કર્યા દર્શન

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

તમામ તસવીર સૌજન્યઃ https://ift.tt/2Wlr3Kk

અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને કરવામાં આવ્યા હતા. વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ https://ift.tt/2Wlr3Kk વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા તેમજ અંતિમવિધિમાં જોડાયા હતા.મહત્વનું છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સંસ્થાના સંતોએ PPE કીટ પહેરીને અંતિમ વિધી કરી

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે કરવામાં આવ્યા હતા. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં જ મંદિરના સંતો તેમજ હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ અંતિમવિધિમાં જોડાયા હતા. ઉપસ્થિત રહેનાર દરેક સંત-હરિભક્તે પ્રોટોકોલ પ્રમાણે PPE કીટ પહેરી હતી અને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સંસ્થાના સંતોએ PPE કીટ પહેરીને અંતિમ વિધી કરી

સ્મૃતિ મંદિર સંકુલ ખાતે અંતિમ વિધિ

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે કરવામાં આવ્યા હતા. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં જ મંદિરના સંતો તેમજ હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ અંતિમવિધિમાં જોડાયા હતા. ઉપસ્થિત રહેનાર દરેક સંત-હરિભક્તે પ્રોટોકોલ પ્રમાણે PPE કીટ પહેરી હતી અને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા હતા.

અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક થતા ગત 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

from Page Array – I Am Gujarat https://ift.tt/392uv1s

No comments:

Post a Comment

Pages