Friday, July 17, 2020

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

નવી દિલ્હીઃ રાજસ્થાનના રાજકીય ભૂકંપ બાદ તીરાડ વધારે મોટી થતી જઈ રહી છે. હવે આ બધામાં એક ઓડિયો બોમ્બ ફાડ્યો છે. રાજસ્થાન સરકારે ઓએસડી લોકેશ શર્માએ ઓડિયો રજૂ કરીને દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ જયપુરના સંજય જૈન દ્વારા ધારાસભ્ય ભવરલાલ શર્માના સંપર્કમાં છે. એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું કે ભવરલાલ શર્મા 30 ધારાસભ્યોની સંખ્યા પૂર્ણ કરવાનું આશ્વાસન આપે છે. અહીં એક નહીં પણ ત્રણ ઓડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં રુપિયાની લેવડ-દેવડની કથિત વાત થઈ રહી છે.

આ ઓડિયોમાં રુપિયાની લેવડ-દેવડની વાત થઈ રહી છે. ભંવરલાલ જ્યારે રકમની વાત કરે છે તો કહેવાય છે કે જે પણ આશ્વાસન આપવામાં આવ્યું છે, પૂર્ણ કરવામાં આવશે અને વરિષ્ઠતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. એક સ્થાનિક સમાચાર ચેનલે પણ ઓડિયો ચલાવ્યો હતો. આ પહેલા પણ સીએમ અશોક ગેહલોત દાવા કરી ચૂક્યા છે કે તેમની પાસે સોદાબાજીના પૂરાવા છે. જોકે, ભાજપ આ વાતથી ઈનકાર કરે છે. ભંવરલાલે એક વીડિયો જારી કરીને કહ્યું છે કે કોંગ્રેસ સરકારના ઓએસડીનું ષડ્યંત્ર છે અને આ નકલી ઓડિયો બનાવીને ધારાસભ્યો પર દબાણ વધારવાની કોશિશ થઈ રહી છે.

ઓડિયો ક્લિપ સામે આવ્યા પછી રાજસ્થાન પોલીસે સંજય જૈન નામના વચેટિયાની ધરપકડ કરી છે. આ શખ્સ સોદાબાજીમાં સંકળાયેલો હોવાના આરોપ છે.

આજે હાઈકોર્ટમાં પણ બળવાખોર 18 ધારાસભ્યો સહિત સચિન પાઈલટની અરજી પર સુનાવણી થવાની છે. આ પહેલા આ ઓડિયો વાયરલ થયો છે. સચિન પાઈલટ સહિત 18 ધારાસભ્યોને વ્હીપના ઉલ્લંઘન બદલ વિધાનસભા અધ્યક્ષે અયોગ્યતાની નોટિસ ફટકારી છે. જ્યારે બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે વ્હીપ માત્ર વિધાનસભા સત્ર માટે જરુરી હોય છે.

સીએમ ગેહલોતે જયપુરમાં બે વખત બેઠક બોલાવી હતી, જેમાં પાઈલટ નહોતા પહોંચ્યા. પાઈલટને મનાવવાની કોશિશો હજુ પણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસનું કહેવું છે કે જો હજુ પણ પાઈલટ પરત આવવા માગે છે તો આવી શકે છે પરંતુ કોઈ શરત ના હોવી જોઈએ. સચિન પાઈલટે પણ હજુ સુધી એવું જ કહ્યું છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CFXdZR

No comments:

Post a Comment

Pages