Latest

Sunday, May 26, 2019

સુરત અગ્નિકાંડઃ હાર્દિકે માગ્યું મેયરનું રાજીનામું, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

હાર્દિક પટેલ આજે સુરત જશે

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં 22 બાળકો મૃત્યુ પામ્યા. આગની ઘટનામાં અત્યાર સુધીમાં ક્લાસિસના સંચાલક ઉપરાંત બિલ્ડરની ધરપકડ કરાઈ ચૂકી છે. ઉપરાંત ફાયર વિભાગના બે અધિકારીઓ સસ્પેન્ડ કરાઈ ચૂક્યા છે. એવામાં આ આંગકાંડમાં શામેલ બધા જ ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે લોકો માગણી કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રવિવારે ઈજાગ્રસ્તો મુલાકાત લેવા જશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મૃત બાળકોના પરિવાર સાથે કરશે મુલાકાત

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રવિવારે બપોરે 2 વાગ્યે ઈજાગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછશે અને ત્યાર બાદ જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો સાથે મુલાકાત લેવા માટે જશે. હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ કરીને આ મામલે જાણકારી અપાઈ હતી. હાર્દિકે રવિવારે ટ્ટીટ કરીને લખ્યું કે, સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારનો મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે મેયરનું રાજીનામું લેવામાં આવે અને ગેરકાયદે બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપનારા અધિકારી અને ઘટના સ્થળ પર સમયસર ન પહોંચનારા ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે.

બાળકોના પરિવારને ન્યાય નહીં મળે તો ધરણાં

અન્ય ટ્વીટમાં હાર્દિક કહે છે, ગુજરાત સરકાર મૃત બાળકોના પરિવારજનોને ન્યાય નહીં અપાવી શકે તો આજે સાંજથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ધરણાં પર બેસી જઈશ. ભાજપ પર પ્રહાર કરતા હાર્દિક લખે છે, એક તરફ માતમ છે અને બીજી તરફ ભાજપ પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સુરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ સુવિધા નથી.

આગની ઘટના બાદ રાજ્યભરમાં ક્લાસીસ પર તવાઈ

ઉલ્લેખનીય છે કે સુરતમાં આગની ઘટના બન્યા બાદ સફાળા થઈને જાગેલા તંત્રએ રાજ્યભરમાં કોચિંગ ક્લાસ પર ફાયર સેફ્ટીના સુવિધા મામલે ચેકિંગ શરૂ કર્યું છે. ઉપરાંત અમદાવાદમાં 2 મહિના માટે બધી જ ક્લાસીસો બંધ રાખવા માટે કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2wmn1E4

No comments:

Post a Comment

Pages