પ્રેગ્નેન્ટ ગર્લફ્રેંડ માટે અર્જુન રાખી બેબી શાવર પાર્ટી
અર્જુન રામપાલ છેલ્લા થોડા સમયથી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સની પ્રેગ્નેન્સીની ખબરોને લઈને ચર્ચામાં છે. બંનેએ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રેગ્નેન્સી પીરિયડને માણતી તસવીર શેર કરી હતી. હવે અર્જુને પ્રેગ્નેન્ટ ગર્લફ્રેન્ડ માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નજીકના મિત્રો સાથે પાર્ટી
પાર્ટીમાં અર્જુન અને ગેબ્રિએલાના નજીકના મિત્રો સામેલ થયા. સોશિયલ મીડિયા પર પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે. પાર્ટીમાં અર્જુન અને તેની ગર્લફ્રેન્ડે મેચિંગ કપડાં પહેર્યા હતા.
અર્જુનનો ડીજે અવતાર
વ્હાઈટ રંગના મેક્સી ડ્રેસમાં ગેબ્રિએલા ખૂબ સુંદર લાગતી હતી. અર્જુનનો પણ પાર્ટીમાં ડીજે અવતાર જોવા મળ્યો. પાર્ટીમાં આવેલા ગેસ્ટને મનોરંજન આપવા એક્ટર ડીજે બની ગયો અને પાર્ટીમાં મ્યૂઝિકની કમાન સંભાળી લીધી.
તમામ વ્યવસ્થા અર્જુને જાતે કરી
બેબી શાવર પાર્ટીની તમામ વ્યવસ્થા અર્જુને જાતે જ કરી હતી. અર્જુને પાર્ટીમાં મહેમાનોની સાથે ગર્લફ્રેન્ડનું પણ ખૂબ ધ્યાન રાખ્યું.
ત્રીજી વખત પિતા બનશે અર્જુન
જણાવી દઈએ કે, અર્જુન ત્રીજી વખત પિતા બનવાનો છે. અર્જુન પહેલાથી જ બે દીકરીઓનો પિતા છે. અર્જુન અને તેની પૂર્વ પત્ની મેહર જેસિયાની બે દીકરીઓ માયરા અને માહિકા છે. અર્જુન અને ગેબ્રિએલાએ 23 એપ્રિલે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી.
બેબી શાવરની તસવીર
અર્જુન અને ગેબ્રિએલા
બેબી શાવર પાર્ટી
from Page Array – I Am Gujarat http://bit.ly/2YLELEU
No comments:
Post a Comment