ગુવાહાટી:દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટો કંપની હ્યુન્ડાઇ તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હિકલ ‘કોના’ SUV ભારતમાં જુલાઈમાં લોન્ચ કરશે અને ત્યાર બાદ તહેવારોની સીઝન પહેલાં નવી ‘ગ્રાન્ડ i10’ પણ લોન્ચ કરશે. ભારતમાં ચેન્નાઈ ખાતે ફેક્ટરી ધરાવતી પેટાકંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિ (HMIL) આવતા ત્રણથી ચાર મહિનામાં તેની નવી કોમ્પેક્ટ SUV ‘વેન્યુ’ની ભારતમાંથી નિકાસ કરવાની પણ યોજના ધરાવે છે.
“ભારતના માર્કેટ માટે અમારા પોર્ટફોલિયોમાં અમે સતત નવી પ્રોડક્ટ્સ ઉમેરી રહ્યા છીએ. અમે હવે જુલાઈમાં અમારી ઇલેક્ટ્રિક SUV ‘કોના’ લોન્ચ કરીશું” એમ HMILના જનરલ મેનેજર અને ગ્રૂપ હેડ (માર્કેટિંગ) પુનિત આનંદે કહ્યું હતું. જોકે, તેમણે આ SUVની વિગતવાર માહિતી આપવાની ના પાડી હતી.
અગાઉ કંપનીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને કમ્પ્લિટ્લી નોક-ડાઉન (CKD) સ્વરૂપમાં લોન્ચ કરવાની યોજના જાહેર કરી હતી. CKD સ્વરૂપમાં લોન્ચ કર્યા બાદ તે આ
કારને ચેન્નાઈના પ્લાન્ટમાં એસેમ્બલ્ડ કરવા માંગતી હતી.
“ઇલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કર્યા બાદ અમે ગ્રાન્ડ i10નું તદ્દન નવું વેરિયન્ટ લોન્ચ કરીશું. 2019ના તહેવારોની સીઝન પહેલાં નવી ગ્રાન્ડ i10 લોન્ચ કરીશું.” એમ આનંદે ઉમેર્યું હતું.
કંપનીની નવી કોમ્પેક્ટ ‘વેન્યુ’ અંગે આનંદે કહ્યું હતું કે, અમને આ કાર માટે 20,000 બૂકિંગ મળી ચૂક્યાં છે અને તેનો વેઇટિંગ પિરિયડ 3-4 મહિના જેટલો છે. અમે ચેન્નાઈ પ્લાન્ટમાં અત્યારે દર મહિને 7,000 વેન્યુનું ઉત્પાદન કરી રહ્યા છીએ. અમે 3-4 મહિનામાં તેની ક્ષમતા વધારીને માસિક 10,000 યુનિટ કરવાની પણ યોજના ધરાવીએ છીએ.
from Page Array – I Am Gujarat http://bit.ly/2W01HhN
No comments:
Post a Comment