Sunday, June 14, 2020

અમદાવાદ: 6 વર્ષની દીકરીને ધાબા પરથી ફેંક્યા બાદ માતાએ પણ પડતું મૂક્યું

અમદાવાદ: બુધવારે ઘાટલોડિયામાં એક ભયાનક ઘટના ઘટી હતી, જેમાં 31 વર્ષીય સોનલ રબારીએ સૌન્દર્ય એપાર્ટમેન્ટ્સના ધાબા પરથી પોતાની 6 વર્ષની દીકરીને ફેંકી દીધી હતી. ત્યારબાદ પોતે પણ છલાંગ લગાવી હતી. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સોનલે અસારવા સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

મૃતક સોનલબેનના પતિ વિરમ રબારી (32 વર્ષ)એ નોંધાયેલી ફરિયાદ મુજબ તેને 2 પુત્રી છે, જેમાં એકની ઉંમર 13 વર્ષ અને બીજી 6 વર્ષની છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે અડાલજ અને મહેસાણા વચ્ચે ટેક્સી ચલાવે છે. ફરિયાદ મુજબ 10 જૂનના રોજ જ્યારે વિરમ મહેસાણાના મોટેરા રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે તેના સાળા કરમ રબારીનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે તેની પત્ની અને પુત્રીને કઈંક થયું છે અને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘ત્યારબાદ વિરમે સોલામાં રહેતા તેના પિતરાઈ ભાઈ જીભાઈ રબારીને ફોન કર્યો હતો, અને બાદમાં બંને હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે ખરેખર શું થયું હતું. ત્યારબાદ તેની પત્નીને વધુ સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.’

ગુરુવારે દાખલ કરેલી એફઆઈઆરમાં વિરમે કહ્યું હતું કે, તેની પત્નીનું ટૂંક સમયમાં અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર વિધિ કરવાની હોવાથી તે અગાઉ પોલીસ સ્ટેશન જઇ શક્યા નહોતો. ઘાટલોડિયા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે સોનલ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે, પરંતુ તે મરી ગઈ હોવાથી, અમે આ કેસમાં abated summary દાખલ કરીશું.’



from Page Array – I Am Gujarat https://ift.tt/2Y1R96m

No comments:

Post a Comment

Pages