નિમેશ ખાખરિયા, રાજકોટ: અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ અમદાવાદની હોસ્પિટલો કરતા પોતાના વતનમાં જ કોરોનાની સારવાર લેવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નરોડામાં રહેતા 61 વર્ષીય પ્રવિણ ભટ્ટને અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં બેડ ન મળતા 10 જૂનના રોજ તેમનો પરિવાર તેમને સારવાર માટે રાજકોટ લઈ આવ્યો હતો. નિરવે જણાવ્યું કે, ‘મારા પિતામાં કોરોનાના લક્ષણો દેખાતા અમે કોરોનાના ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. મેં અમદાવાદમાં દરેક જગ્યાએ અનેક પ્રયાસો કર્યા પરંતુ ક્યાંય ખાલી બેડ મળી શક્યો નહોતો. મારા પિતાનો મૂળ વતન રાજકોટ હોવાથી અમને તેમને ત્યાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. અહીંની હોસ્પિટલમાં સારવારમાં તેમને સારો પ્રતિસાદ મળ્યો છે.’
પ્રવિણ ભટ્ટની જેમ મૂળ સૌરાષ્ટ્રના કેટલાક પરિવારો પણ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા છે. હવે તેઓ તેમના મૂળ નગરો અને શહેરોમાં કોવિડ -19 નિદાન અને સારવાર લેવાનું પસંદ કરે છે. અનલોક-1 જાહેર થયા પછી, ભાવનગર, રાજકોટ, જામનગર અને અન્ય નાના શહેરોના વતનીઓ પણ સારવાર માટે ત્યાંની જ સિવિલ હોસ્પિટલોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. ડૉક્ટરો અને દર્દીઓના સંબંધીઓએ અમદાવાદમાં કથળતી કોરોનાની સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ થવા માટે બેડની અસુવિધા તેમજ હોસ્પિટલના મિસ મેનેજમેન્ટ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભાવનગર, રાજકોટ અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારી તબીબી સુવિધા છે. જ્યાં 1 જૂનથી ઓછામાં ઓછા 22 દર્દીઓ કોરોના ટેસ્ટ માટે અમદાવાદથી આવ્યા છે.
જામનગરના કલેક્ટર રવિશંકરે TOIને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ એક દર્દી અમદાવાદની જીજી હોસ્પિટલમાં કોવિડ ઓપીડીમાં ગયો હતો, જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટ્રીટમેન્ટની લાઈન બધે એક સરખી જ હોય છે, ભલે તે અમદાવાદ, સુરત કે પછી જામનગર હોય.’ ભાવનગરની સર ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક ગથાણીએ જણાવ્યું હતું કે, ‘એવા લોકો પણ છે કે જેઓ અમદાવાદના રહેવાસી છે પરંતુ મૂળ ભાવનગરના વતની છે. જેમને લાગે છે કે તેઓને અમારી કોવિડ હોસ્પિટલોમાં સારી સુવિધા મળશે.’
રાજકોટના ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડો.મનીષ ભંડેરીએ જણાવ્યું હતું કે, ‘અમારી પાસે એવા કેસો પણ આવી રહ્યાં છે જેમાં સંબંધીઓ તેમના દર્દીઓનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો અમદાવાદ કરતા રાજકોટમાં સારવાર કરાવવાની સલાહ આપી છે. તેમના મુજબ અમદાવાદ કરતા અહીં સારી સુવિધાઓ છે.
રાજકોટના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે ‘અમદાવાદના દર્દીઓ સાથે વાત કર્યા પછી અમને લાગ્યું કે ત્યાં સારી સારવાર નહીં મળે તેવું વિચારીને તેઓ ગભરાઈ ગયા છે. અમારી પાસે પણ બે દર્દીઓ છે જેઓ તાજેતરમાં જ રાજકોટમાં દાખલ થયા હતા પરંતુ અહીં તેમના કોઈ સંબંધી નથી. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ખાસ ખાનગી હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ ફેસિલિટીમાં આવ્યા હતા.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2XXzJre
No comments:
Post a Comment