અમદાવાદ: શનિવારે રાજ્ય સરકારે જાહેરાત કરી કે, સ્કૂલો વાલીઓ પાસેથી માત્ર ટ્યૂશન ફી લઈ શકશે. ટ્રાન્સપોર્ટેશન સહિતના અન્ય કોઈપણ મથાળા હેઠળ આવતી ફી સપ્ટેમ્બર સુધી લઈ શકાશે નહીં. જો કે, વાલીઓ સરકારની આ જાહેરાતથી ખાસ ખુશ થયા હોય તેમ લાગતું નથી. ઘણાં વાલીઓને આશા હતી કે, સરકાર તરફથી સ્કૂલ ફીમાં રાહત મળશે પરંતુ એવી કોઈ જાહેરાત થઈ નહીં.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
શનિવારે અમદાવાદમાં ઘણી સ્કૂલોએ વાર્ષિક ટ્યૂશન ફીમાં વધારો જાહેર કરતાં વાલીઓએ કોલાહલ કર્યો હતો. રાજ્ય સરકારના મતે, આ ફી વધારો ફી નિયમન સમિતિ (FRC)ના નિયમોનો ભંગ છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ‘સ્કૂલો માસિક ફી લઈ શકે છે. ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ફી એકસાથે ઊઘરાવી શકાશે નહીં. વાલીઓ પોતાની સગવડ પ્રમાણે, સપ્ટેમ્બર સુધીમાં ટ્યૂશન ફી ભરી શકે છે.’
શનિવારે ભાજપના એક આગેવાને સીએમ રૂપાણીને વિનંતી કરી હતી કે, કોરોના મહામારીમાં સ્કૂલોની ફીમાં 60-65 ટકાનો કાપ મૂકવામાં આવે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સ્કૂલે 20% ફી વધારો જાહેર કર્યા બાદ વાલીઓએ પિટિશન સાઈન કરી હતી. એક વાલીએ જણાવ્યું કે, શાળાએ વાલીઓને આપેલા પત્રમાં દાવો કર્યો છે કે, તેમણે FRCના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી ફી વધારાનો નિર્ણય કર્યો છે. છેલ્લા થોડા દિવસોમાં આવા કિસ્સા ઘણી સ્કૂલોમાં સાંભળવા મળ્યા છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે પ્રાયમરી અને સેકંડરી એજ્યુકેશનના સેક્રેટરીને લેખિતમાં જણાવ્યું કે, FRCના નિયમોને જાણીજોઈને અવગણતી પ્રાઈવેટ સ્કૂલો સામે કડક પગલાં લેવામાં આવે. રાજ્યભરની 20 સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓની યાદી તેમણે પત્રમાં આપી હતી. નરેશ શાહે કહ્યું કે, સ્કૂલો વાલીઓ પાસેથી નિયમો કરતાં વધુ ફી વસૂલી રહી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના સભ્ય અમિત પંચાલે આરોપ લગાવ્યો કે, ઊંચી ફી વસૂલતી શાળાઓને સરકાર માત્ર નોટિસ આપીને છોડી દે છે. વધારે ફી વસૂલવા બદલ તેમની સામે કોઈ કડક પગલાં લેતી નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3fntQJX
No comments:
Post a Comment