Friday, June 5, 2020

પરપ્રાંતીય શ્રમિકો માટે માલિકોના હવાતિયાં, તેમને પાછા બોલાવવા કરી ફ્લાઈટ-બસની વ્યવસ્થા

શહેરો, ટાઉનશીપ અને કૃષિ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પાછા ફર્યા છે. અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે તેમની તાતી જરૂર છે. થોડા અઠવાડિયા પહેલા જ હિજરત કરી ગયેલા શ્રમિકોને પરત બોલાવવા માટે ધંધા-રોજગારના માલિકો કંઈપણ કરી છૂટવા તૈયાર છે. ચેન્નૈના ત્રણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ કુશળ શ્રમિકોને પરત લાવવા માટે આખી ફ્લાઈટ બુક કરાવવા તૈયાર છે. આ ત્રણેય ડેવલપર્સે 15 જૂન પછી બિહારના 150 કુશળ શ્રમિકોને પરત લાવવા આખી ફ્લાઈટ બુક કરાવવાની તૈયારી કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ક્રેડાઈની તમિલનાડુની શાખા રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહી છે જેથી શ્રમિકોને તેમના ઘરેથી પરત બોલાવી શકાય. તો આ તરફ બિહારના દરભંગાથી 50 મજૂરોને કામ પર પરત લાવવા માટે પંજાબના ભટિંડા જિલ્લાના ખેડૂતે બસ ત્યાં મોકલી હતી. લુધિયાણાના ખેડૂતે પણ હરિપુર ગામમાંથી 30 મજૂરોને પરત લાવવા માટે બસ મોકલી હતી.

કેરળમાં કંસ્ટ્રક્શન લેબરને ઊંચી મજૂરી મળતી હોવાથી બંગાળ જેવા રાજ્યોમાંથી શ્રમિકો આવે છે. રાજ્ય સરકારે પરપ્રાંતીય શ્રમિકો માટે આવાસ નામની યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આવતા દરેક શ્રમિકને 25,000 સુધીની મેડિકલ સારવાર સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક મળે છે. જો કોઈ શ્રમિકનું અવસાન કવચ હેઠળ થાય તો તેના કુટુંબને 2 લાખ રૂપિયા મળે છે. આટલું જ નહીં, કેરળના દરેક જિલ્લાઓમાં પરપ્રાંતીય શ્રમિકો માટે અપના ઘર હાઉસિંગ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પલક્કડમાં તો આ પ્રકારના મકાનો તૈયાર પણ થઈ ગયા છે. જ્યારે એર્નાકુલમ, કોઝીકોડ અને તિરુવનંતપુરમમાં બાંધકામ શરૂ થવાની તૈયારીમાં છે.

આ તરફ મુંબઈના મુખ્ય શહેરી વિસ્તારોના બિલ્ડરો કંસ્ટ્રક્શન મજૂરોને ફોન પર ગામડાંઓથી પરત આવવાની વિનંતી કરી રહ્યા છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (પશ્ચિમ વિસ્તાર)ના ઉપ-પ્રમુખ રાજન બાંદેલકરે જણાવ્યું, “કોન્ટ્રાક્ટરો અને સિનિયર એન્જિનિયરો શ્રમિકોને સીધો સંપર્ક કરી રહ્યા છે. સાથે જ તેમને સુરક્ષા અને સલામતની ખાતરી આપી રહ્યા છે.”

ગુરુવારે 50 વર્ષીય બળવંત સહાનીએ યુપીના ગોરખપુર રેલવે સ્ટેશન પર મુંબઈ જતી લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં બેસતા પહેલા સ્ક્રીનિંગ કરાવ્યું હતું. લગભગ મહિના પહેલા તેઓ ચાર દિવસ સુધી ચાલતા અને ટ્રકમાં મુસાફરી કર્યા બાદ મુંબઈથી કુશીનગર સ્થિત પોતાના ગામ પહોંચ્યા હતા. મુંબઈ-પૂના એક્સપ્રેસ વે પર આવેલા એક ઓટોમોબાઈલ સ્પેર યુનિટમાં ગેસ કટર તરીકે કામ કરતાં બળવંત સહાનીએ અમારા સહયોગી TOIને જણાવ્યું, “અમારી ફેક્ટરીમાં હવે કામ શરૂ થઈ ગયું છે. મને પરત આવવા માટે મેનેજમેન્ટ તરફથી ફોન આવ્યો હતો. રોજગારી મેળવવા પાછું જવું એ જોખમ ખેડવા સમાન છે કારણકે કોરોના મહામારી હજી પૂરી નથી થઈ.”

એવા ઘણા મુસાફરો છે જે ફરીથી કામ અર્થે મુંબઈ આવવા ટ્રેનોનો રાહ જોઈ રહ્યા છે. ગોરખપુરથી ત્રણ ટ્રેનો અને લખનૌથી એક ટ્રેનની ઉપડવાની રાહ શ્રમિકો જોઈ રહ્યા છે. તેમની કહાણીઓ પણ કંઈક આવી જ છે. ગોરખપુરમાં પત્ની અને પુત્ર સાથે બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની રાહ જોતા શેષનાથ સહાનીએ જણાવ્યું, “અમારા ફેક્ટરી માલિકે જણાવ્યું કે 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પૂરો થાય તેના બીજા જ દિવસથી કામ પર પાછા જોડાઈ શકીશું.” શેષનાથ સહાની બેગ ફેક્ટરીમાં કામ કરે છે. મુંબઈના શ્રમ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, હાલ મહારાષ્ટ્રમાં 54,000 યુનિટ્સ તેમની ક્ષમતા મુજબ કામ કરી રહ્યા છે. આ યુનિટોમાંથી લગભગ 8000માં 20થી વધુ કામદારો દરેકમાં છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3h5G1Ng

No comments:

Post a Comment

Pages