શિક્ષિકા એકસાથે 25 સ્કૂલોમાં નોકરી કરતી

લખનઉઃ ઉત્તર પ્રદેશના નબળા વર્ગમાંથી આવતી ગરીબ છોકરીઓ માટે શરૂ કરાલેયી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફુલ-ટાઈમ વિજ્ઞાન શિક્ષિકા એક સાથે 25 સ્કૂલોમાં નોકરી કરતી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. આ સ્કૂલોમાં નોકરીથી ફેબ્રુઆરી 2020 સુધી 13 મહિનામાં જ તેણે 1 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા. આ ઘટના શિક્ષકોનો ડેટાબેટ તૈયાર કરાઈ રહ્યો હતો ત્યારે સામે આવી. આ શિક્ષિકાનું નામ અનામિકા શુક્લા હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશની પ્રાઈમરી સ્કૂલોમાં રેગ્યુલર હાજરી પૂરીને શિક્ષકોનું મોનિટરિંગ કરાતું હોવા છતાં તે એકસાથે આટલી બધી નોકરી કરવામાં સફળ રહી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
1 વર્ષથી નોકરી કરી રહી હતી

અનામિકા યુપીના મેનપુરીની રહેવાસી છે અને સ્કૂલ્સના રેકોર્ડ મુજબ, તે છેલ્લા 1 વર્ષથી આ સ્કૂલોમાં નોકરી કરી રહી હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, વિજય કિરણ આનંદ મુજબ, શિક્ષિકાના તથ્યોની જાણકારી માટે તપાસ કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં શિક્ષિકા વિશે ફરિયાદ મળી હતી. આનંદ કહે છે, જ્યારે શિક્ષકોની હાજરી ઓનલાઈન પોર્ટલ દ્વારા ભરવામાં આવે છે, તો તે કેવી રીતે એક સાથે આટલી જગ્યાઓ પર ઉપસ્થિત રહેતી હતી? આ મામલે તપાસ જરૂરી છે.
સાચા પોસ્ટિંગ વિશે અધિકારીઓ પણ અજાણ

આનંદે વધુમાં કહ્યું, અમે અધિકારીઓને આ મામલે તપાસ કરવા માટે કહ્યું છે. લોકડાઉનના કારણે તેના રેકોર્ડ ટ્રેક નહોતા કરી શકાયા. મેં અધિકારીઓને 26 મેએ ફરી રિમાઈન્ડર મોકલ્યું હતું અને જો શિક્ષિકા વિરુદ્ધની માહિતી સાચી સાબિત થાય છે તો કડક પગલા લેવામાં આવશે. અમને તેની સાચી પોસ્ટિંગ વિશે કોઈ ખ્યાલ નથી. ફરિયાદ મુજબ અધિકારીઓ તેને જિલ્લામાંથી વેરિફાઈ કરાવી રહ્યા છે. જે તે સાચું હશે તો FIR દાખલ કરાશે.’
દર મહિને 30,000 પગાર મળતો

અનામિકાની નોકરી આંબેડકર નગર, બાગપત, અલીગઢ, સહારનપુર અને પ્રયાગરાજ જિલ્લાઓમાં આવેલી કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં હોવાનું સામે આવ્યું છે. KGBVના શિક્ષકોને મહિનાના 30,000 રૂપિયાના પગારે કોન્ટ્રાક્ટ પર રખાતા હોય છે. જિલ્લાના દરેક બ્લોકમાં આવી એક કસ્તુરબા ગાંધી સ્કૂલ હોય છે.
આ રીતે સામે આવ્યો મામલો

શિક્ષકો માટેના ડિઝિટલ ડેટાબેસ માટે માનવ સંપદા પોર્ટલની જરૂર હોય છે, જેમાં શિક્ષકોના પર્સનલ ડેટા, જોઈનિંગ ડેટ અને પ્રમોશન સુધીની માહિતી હોય છે. રેકોર્ડ અપલોડ થયા બાદ ધ્યાનમાં આવ્યું હતું કે, અનામિકા શુક્લા નામની શિક્ષિકાની એક જ પર્સનલ ડિટેઈલ્સ સાથે 25 સ્કૂલોમાં નોકરી ચાલી રહી છે. ઘટના સામે આવતા જ તેને અધિકારીઓએ બોલાવી હતી, પરંતુ શિક્ષિકા હાજર ન રહી. હાલમાં તેનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Yh8vuX
No comments:
Post a Comment