Wednesday, June 24, 2020

ભારતનો સાથ છોડી ચીન સાથે દોસ્તી નીભાવવાનું નેપાળને ભારે પડ્યું, ડ્રેગને જમીન પચાવી પાડી

લદાખમાં ભારતની જમીન પર નજર ટકાવીને બેઠેલા ચીને હવે નેપાળની જમીન પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળના કૃષિ મંત્રાલયની રિપોર્ટ મુજબ, દેશમાં કુલ 10 જગ્યાઓ પર ચીને કબદો કરી લીધો છે. આટલું જ નહીં ચીને 33 હેક્ટરની નેપાળી જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સરહદ બનાવી દીધી છે અને કબજો કરી લીધો છે. ભારતની વાતચીતની ઓફર બાદ પણ વિવાદિત નક્શો જાહેર કરનાર નેપાળની કોમ્યુનિસ્ટ સરકાર હવે ચીનના આ પગલા સામે ચુપ છે. જ્યારે વિપક્ષને હવે ડ્રેગનનો ડર સતાવવા લાગ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વિપક્ષી નેપાળી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી બિમલેન્દ્ર નિધિએ આરોપ લગાવ્યો છે કે ચીન જબરજસ્તી નેપાળની જમીન પર કબજો કરી રહ્યું છે. તેમણે કેપી ઓલી સરકારને અપીલ કરી છે કે તે ચીનના હિમાલય અને નેપાળી ગામ રુઈ પર કબજો કરવાની વિરુદ્ધ કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે, સરકારને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રિક્ષણ આપી રહી છે અને તેણે આ સમગ્ર મામલે જવાબ આપવો જોઈએ.

કહેવાઈ રહ્યું છે કે ચીને તિબ્બતમાં રોડ બતાવવાના બહાને નેપાળની જમીન પર કબજો કરી રાખ્યો છે. નેપાળ સરકારના કૃષિ મંત્રાલયના સર્વે ડિપાર્ટમેન્ટમાં 11 એવી જગ્યાઓના નામ છે જેમાંથી ચીને 10 પર કબજો કરી રાખ્યો છે. આટલું જ નહીં 33 હેક્ટરની નેપાળી જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સહરદ બનાવી છે અને કબજો કરી લીધો છે. ચીને નેપાળના રૂઈ ગામ પર કબજો કરી લીધો છે અને કથિત રીતે અતિક્રમણને માન્ય બનાવવા માટે ગામમી સરહદના સ્તંભ હટાવી દીધા છે.

ચીની સરકાર તિબ્બત સ્વાયત્ત વિસ્તારમાં (TAR) રોડ નેટવર્ક નિર્માણનું કામ કરી રહી છે. જેનાથી નદીઓ અને સહાયક નદીઓને રસ્તો બદલાઈ ગયો છે અને તે નેપાળ તરફ વહેવા લાગી છે. ન્યૂઝ એજન્સી ANIને મળેલા ડોક્યુમેન્ટમાં દાવો છે કે જો આવું ચાલું રહેશે તો નેપાળનો મોટો ભાગ TARમાં જતો રહેશે. દસ્તાવેજમાં ચેતવણી અપાઈ છે કે જો સમય પર યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો નેપાળની વધુ જમીન ચીન પચાવી પાડશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2VcAbAq

No comments:

Post a Comment

Pages